તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ભચાઉ ખાતે ગાંધીધામ વિધાનસભા -૦૫ ના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરીના પ્રચાર સભા યોજાઈ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભચાઉ ખાતે ગાંધીધામ વિધાનસભા -૦૫ ના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની ભચાઉ કાર્યક્રમમાં વોર્ડ-૧, ૩, ૪, ૫, ૬, ૭ તથા કારીયા સમાજ, ગોસ્વામિ સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ, રામદેવ પીર મંદિર વિગેરે વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યું હતું. 



આ પ્રસંગે માલતીબેન મહેશ્વરી એ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ માં કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિગેરે નો લાભ ભચાઉ તાલુકાનાં વોર્ડ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ એ લીધો છે. ભારતીય જનતા પાર્ટી એ મને બીજી વાર તક આપી છે ત્યારે આ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારી છુ અને વિકાસનાં કામો કરવા રહીશું. તાજેતર માંજ નવા વર્ષના ઉપલક્ષમાં ૧૩૦ ફૂટનો તિરંગો લેહરાવેલો છે. વિવિધ સમાજો દ્વારા મને જંગી બહુમતી થી ભવ્ય લીડ સાથે જિતાડશો એવી આશા રાખું છુ. 



આ પ્રસંગે ભચાઉ શહેર પ્રમુખશ્રી ઉમિયાશંકર જોષી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કલાવતિબેન જોષી, શ્રી જનકસિંહભાઈ જાડેજા, ભરતસિંહ, હમુબેન પ્રજાપતિ, અક્ષયસિંહ ઝાલા, કાંતાબેન પ્રજાપતિ, સુરેખાબેન, નરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ રબારી, વિકાસભાઈ રાજગોર, વિશાલ જોષી, સાગર પ્રજાપતિ, કિરન જોષી, અરવિંદ દેસાઇ, તથા કાર્યકર્તાઓ, મહિલા મોરચો, યુવા મોરચો, નગરસેવકો, ભચાઉ શહેર અને તાલુકાનાં હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



ભચાઉ તાલુકાનાં વિવિધ વોર્ડનાં ભરતભાઈ કાવત્રા, વીરજીભાઈ પટેલ, ગોમતીબેન, લક્ષ્મીબેન, ભાવનાબેન, ઊર્મિલાબેન, કાંતાબેન પ્રજાપતિ, અંબાવીભાઈ પટેલ, પેથા રાઠોડ, રાવજીભાઇ, વીરજીભાઈ દાફડા, ભરતભાઈ, પરષોતમ કારીયા, નરેશ પટેલ, ધરમશી ચૌહાણ, મીઠીબેન કારીયા, મઘિબેન, બબૂબેન, ભરતસિંહ જાડેજા, સુશિલાબેન, ઇલ્લા બેન, અશ્વઇન ઠક્કર, રાજેન્દ્ર ઠક્કર, રાજેન્દ્ર જાડેજા, દાઉદભાઇ ખુરેશી, સુરેખાબેન, સેરેલીબાપુ, પિતુદાન ગઢવી, દિલિપ પ્રજાપતિ, ભારત પ્રજાપતિ, મહેશ સોલંકી, માનું ગઢવી, દિલિપ ડોડીયા, જિગર જોષી, ગોદાવરિબેન ગોસ્વામિ, ભાવનાબેન વ્યાસ, આમદાન વાદી, વિજાદાન વાદી, અસુલ દાદા, રાઘુભાઈ કોલી, વેરશી રબારી, નાગજી રબારી, રામજીભાઇ રબારી, દામજીભાઇ કોલી અને વિવિધ સમાજોના અરવિંદભાઇ, ખોડાભાઈ, ખાટકરીશભાઈ, કનુભાઈ, મહેશ સોલંકી, બબૂભાઈ, કરશનભાઈ, દિનેશ, ચંદુભાઈ, પરષોતમ કારીયા તથા મોટી સખયામાં ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા. 



ત્યારબાદ આદિપુર લોહાણા સમાજ ના અગ્રણી અશોકભાઇ ઠક્કર ના ઘરે બેઠક મળી હતી. આ પ્રસંગે સમાજનાં ભાઈઓ નોકરી, ધંધા, રોજગાર માંથી ભારે મતદાન કરાવિશુ ભવ્ય લીડથી વિજય કરાવશુ એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી મોમાયાભા ગઢવી, પુનિતભાઈ ઠક્કર, તથા લોહાણા સમાજનાં મનીષભાઈ ઠક્કર, રમેશભાઈ, ડૉ.ભાવેશ આચાર્ય, શ્રી અશોભઈ ઠક્કર તથા સમાજનાં અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



અહેવાલ : રોહિત પઢિયાર, ધ ન્યુઝ ટાઈમ્સ


સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: