ભુજીયા તળેટીમાં કેમેરાની લૂંટ ચલાવનાર આરોપીઓ પોલીસના સકંજામાં

Live Viewer's is = People



આજ થી ત્રણ દિવસ અગાઉ ભુજના ભુજીયા ડુંગર નજીક છરીની અણીએ કેમેરાની લૂંટ ચલાવાઇ હતી. ભુજીયા રીંગ રોડ પર ફોટોગ્રાફી માટે ગયેલા યુવાનો પાસેથી છરીની અણીએ કેમેરાની લુંટ કરવાના કેસમાં ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ભુજના દાદુપીર રોડ નજીક બાઇક પર શંકાસ્પદ વસ્તુઓની હેરફેર સાથે જઇ રહેલા શખ્સોને અટકાવી તેમની પુછપરછ અને તપાસ કરતા તેમની પાસે રહેલ એક બેગમાં કેમેરો મળી આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતા તેઓએ ત્રણ દિવસ પહેલા ભુજીયા ડુંગર નજીક 3 યુવાનો ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે છરી બતાવી કેમેરા સાથેની બેગ લુંટ કર્યાની કબુલાત કરી હતી. આજે પકડાયેલ શખ્સોમાં આદીલ ઉર્ફે સુમેર સલીમ જુણસ ધાંચી(મુસ્લિમ) રહે દાદુપીર રોડ તેમજ સમીર અબ્દ્રેમાન થૈમ રહે.દાદુપીર રોડ ભુજના ઈસમો પાસેથી રજીસ્ટ્રેશન વગરની એક બાઇક પણ પાસેથી કબ્જે કરવામાં આવી છે. અત્રે નોધનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં લુંટ તથા કેફી દ્રવ્યોના કેસો સામે આવ્યા છે, ત્યારે મનોરંજન માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભુજ એલસીબી એ વધુ તપાસ માટે આ બન્ને લુંટારૂઓને ભુજ શહેર બી-ડીવીઝન પોલિસનેે સોંપ્યા છે.

Post a Comment

0 Comments

close