તિલકવાડાની દેવલીયા ચોકડી ખાતે વેપારીઓ તેમજ તિલકવાડા પોલીસ દ્વારા ૫૦૦૦ જેટલા માસ્કનુ વિતરણ કરાયું

Live Viewer's is = People



દેવલીયા ચોકડી ખાતે વેપારીઓ તેમજ તિલકવાડા પોલીસ દ્વારા પાંચ હજાર જેટલા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું, હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ની  વૈશ્વિક મહામારી ચાલી રહી છે, રોજે રોજ કોરોના ના કેસો નોંધાઈ રહ્યા છે, સરકાર તરફથી આ કોરોના મહામારી ને રોકવા માટે, ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ, આ મહામારીનો પ્રકોપ થોભવાનું નામ લઇ રહ્યો નથી, નર્મદા જિલ્લામાં પણ રોજે રોજ કોરોના ના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે આ મહામારી ને રોકવા માટે તિલકવાડા તાલુકાના, દેવળીયા ચોકડી ખાતે સ્થાનિક વહેપારિયો તેમજ, પોલીસ ના સહયોગ થી 5000 જેટલા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું, આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડીના સ્થાનિક વેપારીઓ, તેમજ તિલકવાડા પોલીસ ના PSI  એમ બી વસાવા તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા,  દંડ નહિ પણ માસ્ક પહેરો અને કોરોના ભગાવો ના નારા સાથે, આવતા જતા વાહનચાલકો,  રાહદારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ,તિલકવાડા પોલીસ ના PSI, એમ બી વસાવા એ પોતાના હાથે કેટલાક વાહન ચાલકો ને માસ્ક પહેરાવ્યા, અને લોકો ને માસ્ક પહેરવા, સેનેટાઈજર નો ઉપયોગ કરવા, કોરોના સામે સાવચેતી રાખવા, અને જરૂરિયાત વિના, ઘર ની બહાર નહિ નિકરવા માટે અપીલ કરી હતી, તો બીજી તરફ તિલકવાડા પોલીસ દ્વારા, તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગાડી ફેરવી ને, લોકોને કોરોના સામે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે, તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગાડી ફેરવીને, માઇક દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, કાયદાનું પાલન કરવા અને, કોરોના મહામારી સામે સાવચેતી રાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો,

રિપોર્ટ, વસીમરાજા મેમણ, ધ ન્યુઝ ટાઇમ્સ, તિલકવાડા

👉 વિગતવાર વિડીયો સમાચારો જોવા માટે અહિં ક્લિક કરો 👈



Post a Comment

0 Comments

close