ભુજ,
બુધવારઃજેઠી,
જેઠીમલ્લ,
જયેષ્ઠી મલ્લબ્રાહ્મણ સમાજ,
બ્રાહ્મણ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં
સમાવિષ્ટહતો, જે
ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનાતા.૧૨.૧૧.૨૦૨૦ના ઠરાવથી જેઠી-જેઠીમલ્લ-જયેષ્ઠી
મલ્લ બ્રાહ્મણ સમાજનો નામ સાથે આર્થિક પછાત વર્ગમાં સમાવેશ કરવાનો ઠરાવમાં ઉલ્લેખ થતાં
સમગ્ર સમાજે હર્ષની લાગણીવ્યક્ત કરેલ. આ ઠરાવથી આ સમાજના જરૂરિયાતમંદ આર્થિક નબળા લોકોને
સરકારશ્રીતરફથી જાહેર થયેલા ૧૦ ટકા બિન અનામત અને ‘‘આર્થિક રીતે પછાત વર્ગના’’લાભો
મળશે.રાજય સરકાર દ્વારા જેઠીમોઢ બ્રાહ્મણ જ્ઞાતિનીપેટા જ્ઞાતિજેઠી,
જેઠીમલ્લ,
જયેષ્ઠી મલ્લ,બ્રાહ્મણ જ્ઞાતિનો ‘‘બિન અનામત વર્ગ’’ આર્થિક રીતે
પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છેજે બદલ પ્રમુખશ્રી જેષ્ઠી જ્ઞાતિ ટ્રસ્ટએ રાજ્યના
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સામાજિકશૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીવાસણભાઇ આહીર
તેમજસમગ્રવહીવટી તંત્રનો પત્ર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.સામાજીક ન્યાય અધિકારીતા
વિભાગના આ ઠરાવથી સમસ્ત જેઠી જ્ઞાતિ ટ્રસ્ટ, ભુજ-કચ્છતથા દેલમાલ (ઉ.ગુજરાત),
અમદાવાદ, વડોદરાના બહોળા સમાજએ સરકારશ્રીના આનિર્ણયને હર્ષભેર
વધાવી, રાજ્ય સરકાર,
રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર તેમજ
સમગ્રવહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર માનેલ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય
લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ
કરવામાં આવ્યો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય
લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.EBCમાં વધુ 32 જ્ઞાતિઓનો કરાયો સમાવેશ જે નીચે મુજબ છે.
હિંદુ ધર્મની 20 જ્ઞાતિ, મુસ્લિમ ધર્મની 12 જ્ઞાતિ નો સમાવેશ થયો
છે,
વાલમ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ વાણિયાનો સમાવેશ.
ખંડેલવાલ, રાયકવાળ બ્રાહ્મણ, પુરબિયા
રાજપૂત ક્ષત્રિયહિંદુ આરેઠીયા, વાવિયા, હિંદુ મહેતાનો સમાવેશ
જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લનો સમાવેશ
જોબનપુત્રા, પુષ્કર્ણા બ્રાહ્મણ, સિધ્ધરુદ્ર બ્રાહ્મણસાંચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિતનો સમાવેશ
માહેશ્વરી, અગ્રવાલ, ઠક્કર, મારૂ રાજપૂત, રાવતનો સમાવેશ
કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન, વ્હોરા પટેલનો સમાવેશ
મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથારનો સમાવેશ
મુમન, ખેડવાયા મુસ્લિમ, મુસ્લિમ ખત્રી, ચૌહાણ મુસ્લિમ, મુસ્લિમ
રાઉમા, મુસ્લિમ રાયમા, મીરઝા, બેગનો સમાવેશ
પિંઢારા, મુસ્લિમ વેપારી, શીયા જાફરી જ્ઞાતિનો સમાવેશ

0 ટિપ્પણીઓ: