રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત ઘઉંની ખરીદી આગામી તા.૧૬-૦3-૨૦૨૧ થી તા.૩૧-૦૫-૨૦૨૧ સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્રો /ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ કવી.દીઠ રૂ. ૧૯૭૫/ નક્કી કરવામાં આવેલ છે. ખેડૂતોએ ઘઉં વેચવા માટે ફરજીયાત ઓનલાઈન NIC ના i-PDS પોર્ટલ(http:/ipds.gujrat.gov.in) પર નિગમના ગોડાઉન ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફત કરાવવાની રહેશે. નોંધણીનો સમયગાળો તા.૦૮-૦૩-૨૦૨૧ થી તા.૩૧-૦૩-૨૦૨૧ સુધીનો રહેશે. ખરીદકેન્દ્રો ખાતે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ એફ.એ.કયુ. ગુણવતા વાળો જથ્થો સ્વીકારવામાં આવશે. આથી ખેડૂતોએ ઘઉં સુકવી ભેજ રહિત તથા સાફ કરી જથ્થો ખરીદ કેન્દ્ર ખાતે લાવવા જણાવવામાં આવે છે.
રીપોર્ટ : રોહિત પઢીયાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભુજ, મો.૯૬૬ ૪૯૨ ૮૬૫૩









0 ટિપ્પણીઓ: