તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમ્યાન ભુલો આવી સામે, ખુલાસા મંગાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 


ભારતમાંનોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ-૨૦૨૦ થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું.જે અંતર્ગત રાજ્યના આંગણવાડી કેન્દ્રો તા.૧૬ માર્ચ ૨૦૨૦ થી બંધ કરવા નિર્ણય લેવામાં આવેલ.ગુજરાત રાજ્ય ડીઝાસ્ટર મેનેજમેન્ટના જાહેરનામાંથી તા.૧૫/૦૩/૨૦૨૧ સુધી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને બોલવવાના રહેશે નહિ.કોવીડ-૧૯ ભારત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આંગણવાડી કેન્દ્રમાં ચાલતી પોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની કામગીરી યથાવત ચાલુ રાખવાની રહેશે.



મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુપોષિત ભારતના સપનાને સાકાર કરવા માટે પોષણ અભિયાન હેઠળ જન સમુદાયની ભાગીદારીને અગત્યતા આપવામાં આવેલ છે.જેની માટે ભારત સરકાર દ્વારા જે આંદોલન અને સમુદાય આધારિત પ્રસંગોની ઉજવણી કરવા અંગેની માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવેલ છે. તે નીચે મુજબ છે.

ક્રમ

મંગળદિન

વિષય

રૂપિયા

પ્રથમ

સુપોષણ સંવાદ ગોદ ભરાઈ

૩૦૦

બીજો

બાળતુલા

૧૦૦

ત્રીજો

અન્ન પ્રશાન અને બાળ દિવસ

૨૫૦

ચોથો

અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ

૨૦૦

 

ઉપરોક્ત બાબતો ને ધ્યાને લઇ આજરોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ભુજ ઘટક-૩ ના માધાપર સેજાની ૪(ચાર) આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવેલ જેના નામ ક્રમશઃ આ મુજબ છે. માધાપર-૩, માધાપર-૬, માધાપર-૧૪, માધાપર-૧૫ જેમાં પ્રોગ્રામ ઓફિસરની વિઝીટ દરમ્યાન માધાપર આંગણવાડી-૩ કેન્દ્રનાં કાર્યકરબેન બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા તેમજ હેલ્પરબેન યુનિફોર્મ વગર ૧૧:૦૦ વાગ્યા બાદ આંગણવાડી ખોલવામાં આવેલ હતું.

મહિનાનો પ્રથમ મંગળવાર હોય આંગણવાડી વિસ્તારમાં સુપોષણ સંવાદની ઉજવણી કરવાની હોય પરતું આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવેલ ન હતી.તેમજ સરકારશ્રી દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકને પુરક પોષણના ભાગરૂપે બાળક દીઠ એક અઠવાડીયા ૧ કિલો સુખડી આપવાની હોય છે માધાપર-૩ કેન્દ્રમાં ૩-૬ વર્ષના કુલ ૩૩ બાળકો છે. જેથી દર અઠવાડીયે તેમને ૩૩ કિલો સુખડી બનાવવાની હોય છે પરંતુ કેન્દ્રમાં કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. તેમજ જરૂરી સામગ્રી પણ ઉપલબ્ધ ન હતી.

માધાપર આંગણવાડી ૧૪-૧૫માં મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રમાં વર્કર હેલ્પર હાજર હતા. પરંતુ કેન્દ્ર પર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવેલ ન હતી તેમજ પુરક પોષણ માટે કોઇપણ તૈયારી કરેલ ન હતી. ટેક હોમ રેશનના ભાગરૂપે ૬ માસ થી ૩ વર્ષના બાળકો માટે ૭ પેકેટ તેમજ કુપોષિત બાળકો માટે ૧૦ (બાલશક્તિ),૧૧-૧૪ વર્ષ શાળાએ ન જતી તેમજ ૧૫-૧૮ વર્ષની કિશોરી માટે ૪ પેકેટ (પૂર્ણાશક્તિ), સગર્ભા ધાત્રી માટે ૪ પેકેટ (માતૃશક્તિ) આપવામાં આવે છે, પરતું કાર્યકર દ્વારા આ જથ્થાનું વિતરણ પણ કરવામાં આવેલ નથી અને રજીસ્ટરોમાં પણ અધુરાસો જોવા મળેલ હતી. તેમજ માધાપર-૬ આંગણવાડી કેન્દ્ર બંધ જોવા મળેલ છે.

ઉપરોક્ત તમામ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને હેલ્પર દ્વારા નિયમાનુસાર કાર્ય કરેલ ન હોવાથી ૨૫/૧૧/૨૦૧૯ ના પરિપત્ર મુજબ પગાર કપાત કરવા તેમજ કામગીરી અંગેનું ખુલાશો સીડીપીઓશ્રી તેમજ મુખ્ય સેવિકાશ્રી સાથે રૂબરૂ જિલ્લા કક્ષાએ રજુ કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાકી રહેલ કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવા જણાવાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ