તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રાપર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. કિશોરી મેળામાંં મહિલા સુરક્ષા અંગે કાર્યક્રમ યોજાયો.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

રાપર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. કિશોરી મેળામાંં મહિલા સુરક્ષા અંગે કાર્યક્રમ યોજાયો





આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા પંચાયત, આઇસીડીએસ મહિલા બાળ વિકાસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, તેમજ સામાજિક સંસ્થા દ્વારા આજે રાપર તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડાના અધ્યક્ષતામાં કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં રાપર તાલુકામાં થી લગભગ ગામે થી કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-૧૯ અંતર્ગત સોશિયલ ડીસ્ટીંગ ના અમલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓ અને મહિલાઓ ને પારાવારિક હિંસા થી મહિલા ને રક્ષણ આપતા કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી. કામકાજ ના સ્થળ પર મહિલાઓ ની જાતિય સતામણી નિવારણ અંગે મહિલાઓ માટે કાયદાકીય યોજનાઓ અંગે માહિતી. બેટી બચાવો બેટી ભણાવો. દિકરી ના અધિકારો આશાઓ અને આકાંક્ષા અંગે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત બાળ લગ્નો અંગે સમજણ આપી હતી. સમાજ સુરક્ષા વ્યક્તિ વિશેષ છે બાળકો માટે જુદી જુદી યોજનાઓ અંગે તેમજ પાલક માતા-પિતા ને સરકાર વિવિધ યોજનાઓ માટે સમજણ આપવામાં આવી હતી. 



આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓ અને મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિકરી અને મહિલા ઓ માટે જુદા જુદા પ્રકારના કાયદાકીય અને યોજનાઓ અંગે કામગીરી કરી છે તે અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી. 


કિશોરી મેળાના આકાર્યક્રમ માંં તાલુકા વિકાસ અધિકારી ડી. જે ચાવડા, સી.ડી.પી.ઓ. અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર, સમાજ સુરક્ષા અધિકારી એન. એસ. ચૌહાણ, ચેતન પેથાણી, ભાવનાબેન ઘરવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર હોથી એ અને આભાર વિધિ જીગ્નેશ પરમારે કર્યું હતું. કાર્યક્રમ માંં આઇ.સી.ડી.એસ. તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટ :- ગની કુંભાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભચાઉ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ