તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જીલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લાગુ કરાયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

જીલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર
સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લાગુ કરાયો


કચ્‍છ જીલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્‍યકિતઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્‍યકિતઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેંચી એકત્ર કરેલ ઢોરોને આપવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડપણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે.



          આથી જિલ્‍લાના મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયના કોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં તેવું જાહેરનામાં જણાવાયું છે.

          આ હુકમ જીલ્‍લાની તમામ નગરપાલિકાના વિસ્‍તાર માટે આગામી તા.૧૬/૧૨/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.

          આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.





સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ