તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

હવે ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરોની નોંધણી કરાઈ ફરજીયાત: ટ્રક માલિકો માટે વધ્યો વ્યાયામ : નોંધણી વિના ડ્રાઈવરો અને ક્લિનરો રાખી શકાશે નહીં

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 હવે ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરોની નોંધણી કરાઈ ફરજીયાત: ટ્રક માલિકો માટે વધ્યો વ્યાયામ : નોંધણી વિના ડ્રાઈવરો અને ક્લિનરો રાખી શકાશે નહીં

કચ્‍છ જીલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે. પરિણામે જિલ્‍લામાં રાજય બહારના લોકોની આવન-જાવનનું પ્રમાણ વધ્‍યું છે અને  રાષ્‍ટ્રવિરોધી પ્રવૃતિઓમાં જિલ્‍લા બહારના લોકોની સંડોવણી માલુમ પડી છે.

બીજી બાજુ જીલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજીક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા જાહેરનામામાં જણાવ્‍યું છે અને આ જાહેરનામું તા.૧૬/૧૨/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.  

કચ્‍છ જીલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે. પરિણામે જિલ્‍લામાં રાજય બહારના લોકોની આવન-જાવનનું પ્રમાણ વધ્‍યું છે અને  રાષ્‍ટ્રવિરોધી પ્રવૃતિઓમાં જિલ્‍લા બહારના લોકોની સંડોવણી માલુમ પડી છે.

          જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર્સ/કલીનર્સ કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્‍યા અનુસાર કામે રાખેલ રાજય બહારના ડ્રાયવર્સ/કલીનર્સ પૈકી કોઇ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે-તે વિસ્‍તારના નજીકના પોલિસ સ્‍ટેશનને પુરી પાડવાની રહેશે કોઇપણ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારના ડ્રાયવરો/કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં.

          આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ