તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા
 બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન


કચ્‍છ જિલ્‍લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેકશન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્‍ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્‍યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્‍માતના બનાવો બનેલ છે. જેમાં માનવ મૃત્‍યુના બનાવો પણ નોંધાયેલ છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્‍ટરનેટના કેબલ દુર કરવા અત્‍યંત જરૂરી છે.



          જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, જિલ્‍લામાં કોઇપણ ટીવી કેબલ ઓપરેટરો પી.જી.વી.સી.એલ.ના ઈલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી પ્રસ્‍થાપિત કરેલ હોય તો તે દુર કરવા અને કોઇએ નવા પ્રસ્‍થાપિત કરવા નહીં. તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દુર કરાયેલ ટીવી કેબલ પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક પર પુનઃપ્રસ્‍થાપિત કરવા નહીં.

          આ હુકમ તા.૧૬/૧૨/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર વ્‍યકિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.



સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

1 ટિપ્પણીઓ:

PRAHLAD • 12/14/20, 6:48 PM

9724472085

— જાહેરાત (Google AdSense) —
હોમ