વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ખાવડા ખાતે હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક અને માંડવી ખાતે ડી-સેલીનેશન પ્લાન્ટના શિલાન્યાસના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની તસ્વીરી ઝલક
કચ્છની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના સરહદી વિસ્તારમાં વિશ્વના સૌથી મોટા વૈકલ્પિક ઊર્જા હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવશે. અને સાથે સાથે કચ્છના મુખ્ય પ્રાણપ્રશ્ન પાણીને જોડતા માંડવી પાસે આવેલા ગુંદીયાલી ખાતેના 100 એમએલડી (દશ કરોડ લિટર પ્રતિદિન) ડીસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે.
આવનારા દિવસોમા જો કોઇ અવરોધ ન સર્જાય તો આ પ્લાન્ટ આગામી ત્રણ વર્ષમા એટલે કે ફ્રેબ્રુઆરી-2023 સુધીમાં આ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઇ જશે.દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવતો માંડવી તાલુકાના ગુંદિયાળી પાસેનો આ પ્લાન્ટ એ સ્થાનિક કક્ષાએ પાણીનો વૈકલ્પિક સ્રોત ઊભો કરવાની અને એ માટે દરિયાકાંઠાનો ઉપયોગ કરવાની યોજનાના ભાગરૂપે મંજૂર થયેલા ચાર પ્લાન્ટ પૈકીનો એક છે. જો કે, કચ્છનું નર્મદા પરનું અવલંબન તેનાથી ચોક્કસ ઘટશે.
હવે ગુંદિયાળીથી માંડવી તથા મુંદરા તરફ નવી લાઈન નાખીને વર્તમાન પાણી પુરવઠા નેટવર્ક સાથે જોડીને વિતરણ થશે.આઠ લાખની વસતીને લાભ સાથે સાચા અર્થમાં કચ્છની પાણી સમસ્યા ભૂતકાળ બનશે. કચ્છમાં કુલ 450 એમએલડી પાણીની આવશ્યકતા છે. જેમાં નર્મદાનાં સ્રોતમાંથી સરેરાશ 300થી 320 એમએલડી મળે છે.બાકી, સ્થાનિક સ્રોત ડેમો, બોર, કૂવા, જૂથ યોજના દ્વારા લગભગ 100 એમએલડી જળ મળી રહે છે
ગાંધીનગર સ્થિત સૂત્રો દ્વારા મળી રહેલી માહીતી મુજબ કચ્છને નર્મદા ડેમથી આશરે ૮૦૦ કિલોમીટર લાંબી કેનાલ તથા બલ્ક પાઇપલાઇન દ્વારા મલ્ટિ પમ્પિંગ કરી પાણી પહોંચાડવામાં આવે છે. માંડવીના ડીસેલિનેશન પ્લાન્ટથી પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોને ગુજરાત રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રિડની સમાંતર પીવાના પાણીનો સોર્સ મળી રહેશે તેવી આશાઓ બંધાઈ છે.







0 ટિપ્પણીઓ: