તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

અનુસૂચિમાં જણાવેલ કચ્છનાં ૫ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને વાહન ટોલનાકું પસાર કરવા જિલ્લા કલકટરશ્રીનું જાહેરનામું



રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલ છે. જે  માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

અનુસૂચિમાં જણાવેલ ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલ છે. આ ગામોના લોક કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના ઉપરોકત જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્‍લાઝાઓ ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્‍ટો, નોકરો તેમજ સીકયુરીટી સ્‍ટાફ વચ્‍ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્‍મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કા જામના કારણે વાહન વ્‍યવહાર થંભી થવાના બનાવો બને છે. જેને પરિણામે સામાન્‍ય મુસાફર જનતા અગવડતા, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્‍બુલન્‍સ, ફાયર ફાઇટર જેવા વાહનો સમયસર જે તે સ્‍થળે પહોંચી શકતા નથી. જેની લોકોના જાન માલને જોખમ ઉભું થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. આવા બનાવો નિવારી શકાય તે માટે આ ટોલ પ્‍લાજાથી પસાર થતા વાહનો રાજય સરકારના જાહેરમાનાનો અમલ કરે અને નિયત કરવામાં આવેલ ટોલ દરની ચુકવણી કરે તેમજ અધિકૃત કરેલ વ્‍યકિતઓની કામગીરીમાં અડચણ ન કરે તે માટે યોગ્‍ય પગલાં લેવા યોગ્‍ય જણાય છે.

રાષ્‍ટ્ર અને રાજયની સલામતી માટે તેમજ ગુનોખોરી નિયંત્રણમાં રાખવા જિલ્‍લામાં સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું અમલમાં છે. ગુનેગારો ગુનાના સ્‍થળેથી અન્‍ય જિલ્‍લામાં તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. તેમણે ઉપયોગમાં લીધેલા વાહનની વિગતો પછીથી મળતી હોય છે. જિલ્‍લાના ટોલ નાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ કેટલાક લોકો ટોલનાકા નજીકમાં આવેલ તેમની જમીનમાં થઇને વાહનોને ટોલ ગેઇટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે. આવા વાહનો ટોલ ગેઇટથી પસાર થતા ન હોવાના કારણે વાહનોના પ્રકાર અને ચાલકની ઓળખ મળી શકતી નથી. આવા વાહનોનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિગ થઇ શકતું નથી. પરિણામે ગુનાખોરીમાં સંડોવાયેલા વાહનોને પકડવાનો પ્રશ્‍ન ઉપસ્‍થિત થાય ત્‍યારે પકડી શકાતા નથી અને આવી પ્રવૃતિમાં સંડોવાયેલા વાહનોની ભાળ મળી શકતી નથી તમામ વાહનો જિલ્‍લાના ટોલનાકા પર પસાર થતા સમયે ઉભા રહે તથા રાજય સરકારે જાહેરનામામાં નકકી કરેલ ટોલ ટેક્ષ ચૂકવી ને જ પસાર થાય તે માટે જાહેર હિત અને જાહેર સલામતીના કારણોસર આદેશ કરવો જરૂરી જણાય છે.

        કચ્છ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્‍છ જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ મોખા ટોલ પ્‍લાઝા, તા.મુન્‍દ્રા-કચ્‍છ, સામખીયાળી ટોલ પ્‍લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્‍છ, સુરજબારી ટોલ પ્‍લાઝા તા.ભચાઉ-કચ્‍છ, માખેલ ટોલ પ્‍લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્‍લાઝા તા.ભુજ ટોલ નાકાઓ પરથી પસાર થતા નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલ નાકા પર ઠરાવેલ નિશ્‍ચિત જગ્‍યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નકકી કરેલ ટોલ ટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોનુસાર મૂકિત મળવા પાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્‍લાઝાના કર્મચારી, એજન્‍ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલ નામું પસાર કરવું. વિશેષમાં ઉપરોકત ટોલનાકા નજીક આવેલ જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્‍તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ હુકમનો સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૬/૧૨/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ