તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજમા નિયમો વિરુધ્ધ બાંધકામ પર ત્રાટક્યું તંત્ર:૧૩૦૦ ચોરસ ફુટ દબાણ દુર કરાયું

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 ભુજમા નિયમો વિરુધ્ધ બાંધકામ પર ત્રાટક્યું તંત્ર:૧૩૦૦ ચોરસ ફુટ દબાણ દુર કરાયું


દબાણકારો ના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

ભુજ શહેરના ખારસરા મેદાનની પાછળના ભાગમાં મહેરૂમ પાર્કની સામે આવેલ નવી મુશ્લીમ એજ્યુકેશન સ્કુલ ચોકડીને અડીને આવેલ ખાનગી જમીન પર 1300ચો. ફુટ.જેટલું બિનધિકૃત બાંધકામ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આજ રોજ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા અમલી બાંધકામના નિયમોને નેવે મુકી વિના કોઈ બાંધકામ પરવાનગીએ બાંધકામ થેયેલ છે તેવું ફલિત થતાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળનામાન. અધ્યક્ષ અને કલેક્ટરશ્રી-કચ્છના માર્ગદર્શન હેઠળ મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટરશ્રી-ભુજ દ્વારા નિર્દેશ થઈ આવતાં ખાનગી વ્યકિતઓ દ્વારા બનાવેલ પાંચ બિનધિકૃત દુકાનો નિયમાનુસાર તોડી દૂર કરવામાં આવેલ છે. ભાડાના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી દ્વારા પોલીસના સહકાર સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે મદદનીશ કલેક્ટર-ભુજ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા જણાવાયું હતું કે ભાડા વિસ્તારમાં બાંધકામ પરવાનગીના નિયમો વિરૂધ્ધ કોઈપણ બાંધકામ સાંખી લેવામાં આવશે નહીં.



આ પ્રકારના બિનધિકૃત બાંધકામો અને વ્યકિતઓ વિરૂધ્ધ નિયમાનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડ્યે સરકારશ્રીના લેન્ડ ગ્રેબીંગ કાયદા સહીતની નીતિની જોગવાઈઓ ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવશે. પરવાનગી મેળવ્યા બાદ જ મંજૂર થયેલ નક્શા અને ઉપયોગને સુસંગત બાંધકામ કરવા શ્રી ગુરવાનીએ અપીલ કરી હતી.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ