તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી



કોરોના અટકાયત માટે  જનજાગૃતિ અને પ્રચાર પ્રસારના પગલે  ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી.  અંતિમ દસ દિવસો થી ભચાઉ તાલુકો કોરોના મુકત જોવા મળી રહ્યો છે . રાજ્ય સરકાર અને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની માર્ગદર્શિકા અનુરુપ આ કામગીરી સાથે સંકળાએલા આરોગ્ય , સેવા કે પ્રચાર પ્રસાર કર્મી ઓ જ નહિ પરંતુ કોવિડ ગાઈડ લાઈન ને અનુરુપ જીવનશૈલી અમલી બનાવનાર સૌ આ માટે યશના ભાગીદાર છે. ભચાઉ તાલુકાના કોરોના ના અંતિમ દસ દિવસનો રીપોર્ટ બતાવે છે કે આયોજનબધ્હ  અડગ નિર્ધારથી કરેલા કાર્ય અને તેમાં આપેલા સહયોગથી અચુકપણે કોરોના હારશે ગુજરાત જીતશે સાર્થક કરી શકાશે જરૂર છે ફકત આયોજનબધ્ધ કામગીરી અને તેનુ ફોલોઅપ જેમ ભચાઉ તાલુકાની આરોગ્ય ટીમે કરી બતાવ્યુ છે.

         
 કોરોના અટકાયત માટે આરોગ્ય ટીમ ભચાઉમાં  મેડિકલ ઓફિસર ૭, આયુશ મેડિકલ ઓફીસર ૩આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર -૮,  સુપરવાઈઝર -૧૨સી.એચ.ઓ ૧૦ફાર્માસીસ્ટ ૭, લેબ ટેક. ૮, આરોગ્ય કર્મચારી સ્ત્રી ૫૪ , પુરુષ ૪૨ અને આશા વર્કર ૧૫૧ બહેનો સઘન કામગીરી કરી રહ્યા છે. તેઓ  દ્વારા લોકોને કોરોના અટ્કાયતી પગલાઓ માસ્ક પહેરવુ, સોસ્યલ ડીસ્ટંન્ટ રાખવુ અને હાથ ધોતા રહેવાની સલાહ અપાય છે અને તેનુ સમયાંતરે ફોલોઅપ પણ કરાય છે એમ કહે છે  તાલુકા હેલ્થ ઓફીસર  મિ. સિંઘ.


        ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ ના માર્ગદર્શન અંતર્ગત તાલુકા ના 3 સી.એચ.સી, ૭ પી.એચ.સી. અને ૪ ધન્વંતરી રથ દ્રારા તા.૧૩ ડિસેમ્બર થી આજ દિન સુધી શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના  ૧૫૭૫ એન્ટીજન ટેસ્ટ અને ૨૭૯ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા છે  જેમાં કોઈ પોજેટીવ કેસ નથી. ધન્વંતરી રથ દ્રારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના ટેસ્ટ સાથે રોગ પ્રતિકારક શક્તિ માટે આર્યુવેદીક અને હોમીઓપેથીક દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ સ્ત્રી , પુરુષ  અને આશા ની ૨૦૮ ટીમો  દ્રારા ભચાઉ તાલુકા ની રુરલ ની ૧૫૫૬૩૭ વસ્તી તથા અર્બન ભચાઉ ની ૪૬૨૧૮ વસ્તી નો દર અઠવાડીએ હાઉસ ટુ હાઉસ સર્વે કરી લોકો ને કોરોના અટકાયતી પગલાંઓ નું માર્ગદર્શન આપી શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો ના ટેસ્ટ કરાઈ રહ્યા છે.લોકો ને જન જાગૃતી માટે આઇ.ઇ.સી. કરાય છે અને તમામ જાહેર જગ્યા અને સરકારી ઓફીસો મા બેનર અને પોસ્ટર લગાવવામા આવેલ છે.

       ભચાઉ શાકભાજી માર્કેટ મા સુપર સ્પ્રેડર ફેરીયાઓ અને વેપારીઓ ના ૧૨૮ ટેસ્ટ કરાતા તમામ નેગેટીવ આવેલ. ભચાઉ નગરપાલીકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાત કચેરી, જી.ઇ.બી, બેંક , પોસ્ટ ઓફીસ, એસ.આર.પી.કેમ્પ મા તમામ કર્મચારી , અધિકારી શ્રીઓ ના ટેસ્ટ કરવામા આવેલ છે અને આ સતત ચાલુ રાખવાની પ્રક્રિયા છે

રિપોર્ટ :ગની કુંભાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભચાઉ


સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: