તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે - તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

મુંદ્રા ખાતે બેટી બચાઓ બેટી ભણાવો અંગે જાગૃતિ શિબિર યોજાઇ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

મુંદ્રા ખાતે બેટી બચાઓ બેટી ભણાવો અંગે જાગૃતિ શિબિર યોજાઇ



     જીલ્લા કલેક્ટર શ્રી દ્વારા મંજુર કરાયેલ બેટી બચાઓ બેટી ભણાઓ એક્શન પ્લાન મુજબ મુંદ્રા પ્રાંત અધિકારીશ્રી ચૌધરીની અધ્યક્ષતા હેઠળ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ ઉજાસ મહિલા સંગઠન, મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી ભણાવો યોજના અન્વયે તાલુકા કક્ષાએ જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.




     કાર્યક્રમના અધ્યક્ષશ્રી ચૌધરી સાહેબે દિકરા અને દિકરી વચ્ચે ભેદભાવ ન રાખી અને દિકરીને પણ સમાન તક આપવા અંગે જણાવ્યુ તેમજ  મહિલાઓમાં છુપા રહેલ નેતૃત્વ અને વહીવટ વિષે જણાવેલ હતું. પ્રાસંગિક ઉદબોધન સાથે જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય અને કાયદાકીય કામગીરી વિષે વિસ્તૃત સમજ આપવામાં આવેલ અને ૧૦ થી ૧૫ કિશોરીઓનું “બાલિકા મંચ” તૈયાર કરવા અને તે મંચ દ્વારા કરવાની થતી કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોઇ ક્લિનિકમાં ગર્ભની જાતિ માટે પરિક્ષણ થતુ હોય તો તેની માહિતી આપવા જણાવ્યુ હતુ. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ તેમને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી માહીતી આપવામાં આવી હતી  કાર્યક્રમના અંતિમચરણમાં ઉપસ્થિત તમામ  બહેનોને મહિલા શક્તિ કેંદ્રના જીલ્લા કોર્ડિનેટર શ્રી ભરતભાઇ સોલંકી દ્વારા બેટી બચાવો બેટી ભણાવો યોજના અંગેની શપથ લેવડાવેલ. ત્યારબાદ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પખવાડિયાની ઉજવણી ભાગરૂપે જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, ડો. યુ.એન. ટાંક તેમજ તમામ દ્વારા સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવેલ.




     કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલ મંચસ્થ મહેમાનો, કિશોરીઓ અને આગેવાન બહેનોનું સ્વાગત રીનાબેન રબારી દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ મહિલા શક્તિ કેંદ્રના મહિલા કલ્યાણ અધિકારી શ્રી ચેતનભાઇ પેથાણી દ્વારા કાર્યક્રમની ઝાંખી તેમજ બેટી બચાવો બેટી ભણાવો યોજનાનો ઉદેશ્ય વિષે માહિતી આપવામાં આવેલ. ડો. યુ.એન. ટાંક દ્વારા કાર્યક્રમને અનુલક્ષી સંબોધન કરવામાં આવ્યુ હતુ. મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજનની કામગીરી કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉજાસ મહિલા સંગઠનના રીનાબેન રબારી, ડો. યુ.એન. ટાંક ઉપરાંત આગેવાન બહેનો અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: