તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રેતી ચોરોનો સરપંચ પર હુમલો,ઉપલેટાના મેખાટીંબી ગામનો બનાવ, પોલિસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી-૨૦/૧૧/૨૦૨૦

— જાહેરાત (Google AdSense In-Article Top) —

રેતી ચોરોનો સરપંચ પર હુમલો,ઉપલેટાના મેખાટીંબી ગામનો બનાવ, પોલિસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી


રેતી ચોરોનો સરપંચ પર હુમલો.ઉપલેટાના મેખાટીંબી ગામે રેતી ચોરી અંગે ગામના સરપંચ દ્વારા અધિકારીઓ તેમજ તંત્રને અરજી દ્વારા ફરિયાદ કરતા સરપંચ પર હુમલો કરાયો. વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામ કે જે વેણુ નદીના કાંઠે આવેલું છે. જેમાંથી રેતી માફિયાઓ બેફામ દિવસ રાત રેતીની ચોરી કરી રહ્યા હોય આ ગેરકાયદેસર ખનન ને કારણે દેવાભાઈ બીજલભાઈ ભારાઈ એ પોણા બે માસ અગાઉ નદીમાંથી બેફામ રેતી ચોરી માફિયાઓ કરી રહ્યા હોવાની ઉપલેટા પીઆઈ, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, એસ.પી. સહિતનાઓને અરજી કરેલી હતી. જે અંગેનો ખાર રાખી મેખાટિંબી ગામના જ બંને શખ્શો એ એક સંપ કરી ને જ્યારે ગામના સરપંચ પોતાનું મોટરસાયકલ લઈને રસ્તા પર નીકળી રહ્યા હતા એ દરમ્યાન આ બંને શખ્સોએ મોટરસાયકલ ઉભું રખાવી ઉગ્ર બોલાચાલી બાદ આ બંને શખ્સોએ ધોકા અને પાઈપ વડે સરપંચ ને હાથ અને પગ પર ગંભીર માર મારેલો હતો. ઘાયલ થયેલા સરપંચને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. તેમના જણાવ્યા પ્રમાણે અમુક લોકો વેણુ નદીમાં મેખાટીંબી ગામ ના બસસ્ટેન્ડ તથા સ્કૂલ થી નાગવદર તરફ ગામની પીવાના પાણીની પાઈપલાઈન તેમજ અન્ય ખેડૂતોને સિંચાઇના પિયત માટેની પાઇપલાઇનો હોવા છતાં આ તત્વો દ્વારા જેસીબી અને લોડર દ્વારા દસથી બાર ટ્રેક્ટરો અને ડમ્પર દ્વારા દિવસ-રાત બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે અને ગામના સીધાસાદા ખેડૂતોને ધમકાવવામાં આવે છે જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેની સાચી હકીકત રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે એવું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.દેવાભાઈ ભારાઈ એ મીડીયા સમક્ષ વાત કરી હતી.

રિપોર્ટ:- કૌશલ સોલંકી, ઉપલેટા

વિગતવાર અહેવાલ માટે આ વિડીયો જોવા વિનંતી.





સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ