જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ-કચ્છ (DWSC) ની ૨૮મી બેઠક મળી રૂ.૫૮૫.૭૨ લાખના ૪૭ યોજનાના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામા આવી.
ભુજ, શુક્રવારઃ
કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની ૨૮મી બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કુલ ૪૭ યોજનાઓની રૂ.૫૮૫.૭૨ લાખોના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી ૨૦૮૫ જેટલા ઘર ઘર નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે. જેમાં અંજારના ચાન્દ્રોડા અને ભુજના ભારાસર ગામની સુધારા મંજુરી પેઠે એકત્રિત લોકફાળાની રકમ રૂ.૪.૦૩ લાખ પાણી સમિતિ દ્વારા ભરવામાં આવી છે.
જીલ્લામાં કુલ ઘર પૈકી
નળ જોડાણ ના ધરાવતા ૧૫૨૯૧ ઘરોમાં નજીકના સમયમાં વાસ્મો દ્વારા કામગીરી પૂર્ણ કરાશે.
કલેકટરશ્રીએ જળ જોડાણ ના ધરાવતા ઘરો આંગણવાડી અને શાળાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા
સબંધિતોને જણાવ્યું હતું. નક્કર કામગીરીથી ચોકકસ પરિણામ આપવા તેમણે જણાવ્યું હતું.
તેમણે ભુજમાં તેમજ અન્યત્ર પીવાનું પાણી પુરું પાડવા તાકિદ કરતાં સબંધિતને તત્કાલ અમલના
આદેશ કર્યા હતા. ‘વાસ્મો’ ભુજના યુનિટ મેનેજર સહ કાર્યપાલક ઈજનેરશ્રી ડી.સી.કટારિયાએ
જિલ્લાની સમગ્ર વિગતોથી વિગતે કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં
વિવિધ સરકારી કે અન્ય ગ્રાંટમાંથી ૩ જેટલા ગામોમાં ૧૩૨ જેટલા ઘરમાં નળ કનેકશનમાં વધારો
થયો છે. જિલ્લાના ૯૬૪ ગામો પૈકી ૮૦૩ ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવે છે જયારે ૧૬૧ ગામોમાં
૧૦૦ નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ ૨૨૫ બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે. જયારે
બન્ની વિસ્તારમાં નળ પાણી માટે કલસ્ટર સ્ટોરેજની કામગીરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા
કરવાની છે. વાસ્મો દ્વારા ૪૯ આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા પુરી પાડવાની છે. જે
પૈકી ૯ના કામો પ્રગતિમાં છે. ઉલ્લેખનીય છે કે, જળસમિતિ કુલ ૧૪૧ મંજુર
થયેલ યોજના પૈકી ૫૬ યોજના પૂર્ણ છે બાકીના કામો પ્રગતિમાં છે.
આ બેઠકમાં સર્વશ્રી ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.કે.જોશી, આઇસીડીએસ પ્રતિનિધિ નીતાબેન ઓઝા, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેરશ્રી એ.પી.તિવારી, અંજાર-ભચાઉના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.એચ.શાહ, જિલ્લા શિક્ષણ કચેરીના જે.બી.સથવારા, વાસ્મો જિલ્લા કો.ઓર્ડિનેટરશ્રી ડિમ્પલ શાહ, વાસ્મો મેનેજર એડમીનશ્રી હાર્દિક ધોળકીયા, આસી. મેનેજર વાસ્મો હિરેન પટેલ, ટેકનો આસી.મુળજીભાઇ ગઢવી, માહિતી કચેરી, ભુજ એચ.પારેખ, આરોગ્ય શાખાના સીડીએમઓ ડો.આર.કે.ભાર્ગવ ઉપસ્થિત રહયા હતા.


0 ટિપ્પણીઓ: