તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

શહેરા તાલુકાના ૪૫૦૦૦ બાળકોને મધ્યાહન ભોજન યોજના વિભાગ દ્વારા ફૂડ સિક્યુરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટનો લાભ અપાયો.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

પંચમહાલ ના શહેરા તાલુકાના ૪૫૦૦૦ બાળકોને કોરોના મહામારીના સમયે મામલતદાર કચેરી શહેરાની મધ્યાહન ભોજન યોજના વિભાગ દ્વારા ફૂડ સિક્યુરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટનો લાભ અપાયો.



વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે શાળા કક્ષાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ કાર્યરત કરવામાં આવેલ છે. એન.એફ.એસ.એ. ૨૦૧૩ની અને મધ્યાહન ભોજન યોજના નિયમો - ૨૦૧૫ની જોગવાઈ મુજબ સરકારશ્રી દ્વારા બાળકોને નિયત પ્રમાણ મુજબ ફૂડ સિક્યુરિટી એલાઉન્સ ચૂકવવામાં આવે છે. મામલતદાર કચેરી શહેરાની મધ્યાહન ભોજન યોજના વિભાગ દ્વારા શાળાના એસ.એમ.સી.બેન્ક ખાતામાં ૭ તબક્કા વાર મળીને કુલ  ૩૦૪૬૭૧૬૪.૬૦ કુકિંગ કોસ્ટની રકમ જમા કરાવેલ છે. તે રકમ શાળા દ્વારા વિદ્યાર્થીઓ કે વાલીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. તેમજ નોંધાયેલા લાભાર્થી બાળકોના વાલીઓને સામાજિક અંતર જાળવીને પ્રાથમિક શાળાઓમાં ૭ તબક્કા મુજબ ઘઉં ૩૩૨૬૬૦.૯૫ કિલોગ્રામ અને ચોખા ૩૩૨૬૬૦.૯૫ કિલોગ્રામનું શિક્ષકો, આચાર્ય અને મધ્યાહન સંચાલકની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ છે. 


શહેરા તાલુકાના બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ વિતરણના મોનીટરીંગના ભાગરૂપે રમજીની નાળ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન નિયત પ્રમાણ મુજબ અનાજ વિતરણ જોવા મળ્યું હતું. આ સમયે સી.આર.સી.મોર ઊંડારા મહેશભાઈ પરમાર, આચાર્ય રમણભાઈ વણકર અને તેમનો સ્ટાફ હાજર રહી કોવિદની ગાઈડલાઈન મુજબ વિતરણ કરી રહ્યા હતા. શહેરા તાલુકાના તમામ બાળકોને શિક્ષણની સાથે તેમને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટ નિયમિત અને નિયત પ્રમાણમાં મળે તે માટે એક્ઝિક્યુટિવ  મેજિસ્ટ્રેટ અને મામલતદાર શહેરા મેહુલ ભરવાડ સાહેબ અને પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શહેરા જય બારોટ સાહેબ દ્વારા નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.શહેરા અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન ટીમ શહેરા દ્વારા નિયમિત સિક્યોરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટ વિતરણનું નિયમિત મોનીટરીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આપે છે. 


રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ