તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની RBSK ટીમ દ્વારા ગંભીર દર્દીનો સમયસૂચકતા વાપરીને જીવ બચાવાયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની RBSK ટીમ દ્વારા ગંભીર દર્દીનો સમયસૂચકતા વાપરીને જીવ બચાવાયો




કોરોના મહામારી એ આખી દુનિયામાં હાહાકાર મચાવેલ છે ત્યારે કોરોના વોરિયર્સ પોતાના ઘર-પરિવાર, તહેવારો થી દુર રહીને જાહેર રજા દરમિયાન કામગીરી કરી રહ્યા છે. હાલ ભારતમાં community transmission નો ચોથો તબક્કો ચાલી રહ્યો છે વ્યક્તિને આ તબક્કામાં ક્યાંથી અને ક્યારે ચેપ લાગ્યો એ ચોક્કસપણે જાણવું મુશ્કેલ છે આ સમયે મોટી ઉંમરના તેમજ ડાયાબિટીસ તથા બીપી ના દર્દી અને શ્વાસની તકલીફ ના દર્દીને યોગ્ય સમયે સારવાર ખૂબ જ જરૂરી છે આવા સમયમાં આરોગ્ય ટીમની સમય સૂચકતા જ ગંભીર દર્દીઓ ના જીવ બચાવી શકે છે. આવો જ એક કિસ્સો ભુજ તાલુકાના માધાપર વિસ્તારની RBSK ટીમ (ડૉ ખુશ્બુ ભાનુશાલી, ડૉ અલપેશ મકવાણા, ફાર્માસિસ્ટ નમ્રતા જોશી, નર્સ બેન ગીતા માતા) ની તાલુકા આરોગ્ય અધિકારી ડૉ મનોજ પરમાર માર્ગદર્શન હેઠળ સમય સૂચકતા એ ગંભીર દર્દીનો જીવ બચાવ્યો. માધાપરમાં રહેતા દર્શનભાઈ સોની નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ગાઢ સંપર્કમાં આવેલા તેમના માતા અને પિતા ને કોઈ લક્ષણો ન હોવા છતાં સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવાયા જે બંને પોઝિટિવ આવ્યા. જેમાંથી તેમના માતા પ્રેમીલાબેન લક્ષ્મીકાંત સોનીને લોહીમાં ઓક્સિનનું પ્રમાણ ઓછું થતા આર.બી એસ.કે ટીમ માધાપર દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.જ્યાં દસ દિવસ દાખલ કર્યા બાદ તેમને સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી.આમ આર.બી એસ.કે ટીમ માધાપરની સતર્કતાને કારણે ગંભીર દર્દીનો જીવ બચાવવામાં આવ્યો.


રોહિત પઢીયાર, 
ચીફ એડીટર,
ધ ન્યુઝ ટાઈમ્સ




સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ