મતદાન ને પોતાની પવીત્ર ફરજ સમજી કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ભયમુકત રીતે નલીયાના આ દિવ્યાંગે કર્યુ મતદાન

Live Viewer's is = People

મતદાન ને પોતાની પવીત્ર ફરજ સમજી કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ભયમુકત રીતે નલીયાના આ દિવ્યાંગે કર્યુ મતદાન



મતદાન આપણી ફરજ છે કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ભયમુકત રીતે કરીએ 
–દિવ્યાંગ ગોસ્વામી કિશોરપુરી




૫૯ વર્ષિય દિવ્યાંગ બે કાંખે ઘોડી લઇ નલિયા-૪ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા આવેલા ગોસ્વામી કિશોરપુરી ભગવાનપુરી નલિયાના ગ્રામ્ય મિકેનીકલ કારીગર છે. સાંજે ૪.૩૦ વાગે મતદાન કરવા પહોંચેલા તેઓ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે કરાતી ચુંટણી પ્રક્રિયાને વખાણે છે. તેમજ દરેક વ્યકિતએ અચૂક મતદાન કરવું જોઇએ તેમ જણાવે છે.




અડગમનના આત્મ વિશ્વાસથી છલોછલ કિશોરગીરી લોકશાહીમાં બંધારણે આપેલા આ મતદાનના હકને ઉત્સાહભેર નિભાવવા અન્યોને પ્રેરણા પુરી પાડે છે. તેઓ કોરોના ગાઇડલાઇન અનુરૂપ ચુંટણી કરાવવા ચુંટણી તંત્રની પ્રસંશા કરે છે. તેઓ કહે છે કે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે થઇ રહેલી ચુંટણીથી મતદાતાઓ ભયમુકત બનીને મતદાન કરી શકે છે.

Post a Comment

0 Comments

close