તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રૂ.૨.૬૦ કરોડની વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થાનું શિણાય ખાતે ખાતમૂહૂર્ત કર્યુ, લોક જાગૃતિથી શિણાય મોડલ ગામ બનશે

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 રૂ.૨.૬૦ કરોડની વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક  પાણી પુરવઠા વ્યવસ્થાનું શિણાય ખાતે ખાતમૂહૂર્ત, લોક જાગૃતિથી શિણાય મોડલ ગામ બનશે


ગાંધીધામ તાલુકાના શિણાય ગામે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રૂ.૨.૫૦ કરોડની વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાનું ખાતમૂહૂર્ત કર્યુ હતું.અંદાજે રૂ.૨,૫૯,૮૯,૦૨૧ ની વિલેજ સેકશન પ્લાનમાં ૧૦ ટકા લોકફાળાની રકમ રૂ.૨૫,૯૮,૯૦૨ અને ૯૦ ટકા લેખે વાસ્મોનો ફાળો રૂ.૨,૩૩,૯૦,૧૧૯ થઇને શિણાય પાણી સમિતિના પ્રયત્નોથી વાસ્મો પુરસ્કૃત યોજના હેઠળ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા કરાશે.


ગત વર્ષે રાજયસ્તરે પુરસ્કૃત શિણાય પાણી સમિતિ અને વાસ્મોની કામગીરીને બિરદાવતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, વિકાસમાં સૌને પોતાપણાનો ભાવ ઉદભવે એટલે સરકારે વિકાસમાં જનભાગીદારી આરંભી છે. ગ્રામજનોને મંત્રીશ્રીએ કહયું કે, ભાવિપેઢી તમને આદરથી યાદ કરે કે આપણા વડવાઓએ નર્મદામૈયાને છેક કચ્છમાં પહોંચતી કરી એ માટે નર્મદાના પાણી કામને વેગ આપવા અનુરોધ કર્યો હતો.મંત્રીશ્રીએ આ તકે માંડવીના મોડકુબા સુધી નર્મદા કેનાલ પહોંચવાની ઈચ્છા વ્યકત કરી હતી. તેમજ સબંધિતો અને ખેડૂતોને મા નર્મદાના જળ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.



માત્ર ૭૨ કલાકમાં મંજુરી, આ વાસ્મો શિણાય પાણી યોજનાને વિગતે ચિતા આપતા તેમણે જણાવ્યું હતું કે, આ કામ કરતી સરકાર છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જન સંવેદનાની આ તકે તેમણે વિગતો રજુ કરી હતી.ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબને મહેશ્વરીએ આ પ્રસંગે વાસ્મો અને શિણાય પાણી સમિતિની વિકાસની ઝંખનાની વાત વિગતે રજુ કરી હતી. શિણાય ગામની વિકાસ માટેની જાગૃતિથી શિણાય મોડલ ગામ બને એવી અભ્યર્થના તેમણે રજુ કરી હતી.અંજાર-ગાંધીધામ પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસનું ઉતમ ઉદાહરણ શિણાય ગામ છે. શિસ્ત અને આધુનિકતાથી શિણાયના ગ્રામજનોએ વિકાસ કર્યો છે. શિણાય તળાવનો પાળો સમસ્ત ગ્રામજનો અને સબંધિત અધિકારીઓએ ત્રણ દિવસમાં પૂર્ણ કર્યો એ પ્રશંસનીય બાબત છે.



વાસ્મો ભુજના યુનિટ મેનેજરશ્રી ડી.સી.કટારિયાએ વાસ્મો દ્વારા થયેલી કામની વિગતો વિસ્તૃત રીતે જણાવી ૧૦ ટકા ગામ લોક ફાળા માટે શિણાય ગ્રામજનોના ઉત્સાહને પણ બિરદાવ્યો હતો.ગામ સરપંચશ્રી ગોપાલભાઇ હડિયાએ સ્વાગત પ્રવચનમાં રાજયમંત્રીશ્રી દ્વારા ત્વરિત આ યોજના મંજુરી બાબતે વિગતો રજુ કરી હતી.આ પ્રસંગે ઈન્ડિયન વોટર વર્કસ એસોસિએશન અધિવેશન ૨૦૧૮-૧૯માં પટના ખાતે શિણાય પાણી સમિતિની કામગીરીના સન્માન માટે મહિલા પાણી સમિતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ પાણી સમિતિના ઉપાધ્યક્ષશ્રી ઉષાબેન માલસતરે કરી હતી.



કાર્યક્રમમાં અંજાર તા.પં.પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અગ્રણી સર્વશ્રી શિણાય મહિલા પાણી સમિતિના સભ્યો, સરપંચ સવજીભાઇ વીરડા, ધનજીભાઇ હુંબલ, સામજીભાઇ આહિર, ચિરાગભાઇ હીરાવાડીયા, તાલીમી IAS નિધિ શિવાચ, ગાંધીધામ મામલતદારશ્રી ચિરાગભાઇ હીરાવાડીયા, તાલુકા વિકાસઅધિકારી રમેશભાઇ વ્યાસ, અગ્રણી સર્વશ્રી મધુબેન સેવા સમિતિ, સંજય સોરઠીયા, બાબુભાઇ ગુજારીયા, મનોજ મુલતાણી, ભીમજીભાઇ તેમજ પાણી પુરવઠા બોર્ડ તથા વાસ્મોના અધિકારીશ્રી સર્વશ્રી ડિમ્પલબેન શાહ, હાર્દિકભાઇ ધોળકીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા



સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ