તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કોરોના વાયરસ કોવીડ-૧૯ માટેના જનજાગૃતિના વિજયરથને ડીજીટલ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 કોરોના વાયરસ કોવીડ-૧૯ માટેના જનજાગૃતિના વિજયરથને ડીજીટલ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતેથી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટેના જનજાગૃતિના વિજયરથને ડીજીટલ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઈન્ફોરમેશન બ્યુરો દ્વારા રાજયમાં કોવીડ-૧૯ જનજાગૃતિના વિજયરથનો પ્રારંભ ભુજ-કચ્છ, જુનાગઢ, અમદાવાદ, પાલનપુર અને સુરતથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌના સહકારથી આપણે કોરના હારશે ગુજરાત જીતશે’’ ને સાર્થક કરીએ. કેન્દ્ર અને રાજય સરકારે કોવીડ-૧૯ ના સંક્રમણને રોકવા સવાચેતીના જે પગલાં ભર્યા છે તેના પગલે રીકવરી રેટ ૮૨ ટકા થયો છે.



રાજયમાં કોવીડ-૧૯ ને હરાવવા ધનવંતરીરથ, સંજીવનીરથ હેલ્પલાઇન ૧૦૮ બાદ હવે કોવીડ-૧૯ વિજયરથ પણ કોરોના કોવીડ-૧૯ને હરાવવા આપણી વિજયજીજીવિષા સાથે આગળ વધી વિજય અપાવશે. (WHO) વિશ્વ સ્વાથ્ય સંગઠને ધનવંતરીરથને બિરદાવ્યો છે. સુપ્રિમકોર્ટે અન્ય રાજયને કોરોના બાબતે ગુજરાત રાજયની પેર્ટન પ્રમાણે ચાલવા કહયું છે. રાજયમાં કોરોના કામગીરી બિરદાવમાં આવી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સંદેશ ખુણેખુણે પહોંચશે. જનભાગીદારીથી આપણે લોકસહકાર મેળવી કોરોના પર વિજય પ્રાપ્ત કરીશું.

કચ્છ-ભુજ ખાતે કોવીડ-૧૯ વિજયરથને પ્રસ્થાન કરાવતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, જનજાગૃતિના આ અભિયાનમાં આપણા ઝોનમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અનેજામનગરમાં થઇ ચાર જિલ્લામાં આ રથ ફરીને જનજાગૃતિ અને જરૂરી મદદ કરશે. લોકકલાના માધ્યમથી પરંપરાગત લોક સંસ્કૃતિથી કોવીડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને લોકોમાં કોરાનાને હરાવવા તેમજ કોરાનાથી વિજયી બનેલાને બિરદાવવાની કામગીરી પણ થશે. આ સાથે કેન્દ્ર સરકારની માનવ સંપર્ક રહિત આવક આકારણી, આત્મનિર્ભર ભારત, નવી શિક્ષણનીતિ, નેશનલ ડિઝીટલ હેલ્થ અંગે પણ જનજાગૃતિ ફેલાવશે. વિજયરથ દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ વિકસાવાશે.



કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા PIB અને ROB ના એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધીરજભાઇ કાકડીયાએ આ અંગ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘‘પરંપરાગત લોકભોગ્ય લોકકલા દ્વારા માઉથ પબ્લિસીટી ઓન મુવીંગ ધિ વેન’’ સાથે લોકોમાં સાવચેતીને સંગ જીતીશું જંગ ના સૂત્રને સાર્થક કરાવવા રાજયના ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં કુલ ૪૪ દિવસ ૪૪૦ જેટલા કલાકારો સાથે વિજયરથ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે જનજાગૃતિ ફેલાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સાથે કોરોના વિજયી લોકોની વાત જણાવી લોકોના આત્મવિશ્વાસ અને દ્ઢ મનોબળ વિકસાવશે. કોરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ આ વિજયરથ ફરશે.


યુનિસેફ ગુજરાત ચીફશ્રી લક્ષ્મીબેન ભવાનીએ જણાવ્યું કે, કોવીડ-૧૯નો પ્રશંસનીય રીતે સામનો કરી રહેલ સરકાર અને પ્રજા સમય સાથે પોતાની જાતને ગોઠવી રહયા છે. મોટા પડકાર જેવા કોરાનાને હરાવવા સૌ હકારાત્મક અભિગમ અપનાવે એ આશયથી અને કોવીડ-૧૯ના દર્દીઓને હિંમત અપાવવા કોવીડ-૧૯ વિજયરથ મહત્વપૂર્ણ કામગીરી કરશે.વૈશ્વિક મહામારીના ભયને દુર કરવો, માસ્કનો ઉપયોગ કરવો, સેનેટરરાઈઝરનો યોગ્ય ઉપયોગ સામાજિક અંતર જાળવવું તેમજ મહામારીની ખોટી માન્યતાઓને દુર કરવી તેમજ દર્દીઓને સહાનુભૂતિ આપી હિંમત કેળવવાના આશયથી વિજયરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.



ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડયાએ પત્રકારત્વ અને માસ કોમ્યુનીકેશન વિભાગ કોવીડ-૧૯ સાથે સંકળાયેલાને આ જનજાગૃતિમાં જોડશે એમ કહયું હતું. વિજયરથની સંકલ્પના રજુ કરતા તેમણે જણાવ્યું હતું કે, જનજાગૃતિથી અમે કોવીડને હરાવવા જે પ્રયત્નો ચાલુ છે તેને વધાવવા અમે વિજયરથ પ્રસ્થાન કરાવ્યો છે. ROP ડે.ડાયરેકટરશ્રી સરિતા દલાલ વિજયરથના ધ્યેય જણાવી આ તકે આભારવિધિ કરી હતી.


ઉલ્લેખનીય છે કે, રાજયમાં અન્યત્ર ચાર જિલ્લામાં સાંસદ સર્વશ્રી એચ.એસ.પટેલ, રાજેશ ચુડાસમા, દર્શનાબેન જરદોસે, લીલીઝંડી આપી કોવીડ-૧૯ વિજયરથને પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસ્થાન કાર્યક્રમમાં કચ્છના અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, લતાબેન સોલંકી, અશોકભાઇ હાથી, સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના ફિલ્ડ આઉટરીય બ્યુરોના અધિકારીશ્રી દેવેન્દ્ર ત્રિવેદી, ભાવિકભાઇ સુતરીયા, પ્રિતીબેન સોની તેમજ શહેર અગ્રણીઓ અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ