તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રાજયકક્ષા/રાષ્ટ્રીયકક્ષા/આંતરરાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરો જોગ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 રાજયકક્ષા/રાષ્ટ્રીયકક્ષા/આંતરરાષ્ટ્રીયકક્ષાએ
 સિધ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરો જોગ


ગુજરાત સરકારશ્રીના અંદાજપત્ર વર્ષ ૨૦૨૦-૨૧માં નવી બાબતમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના મંજુર થયેલ છે. આ લાભ ગુજરાતના વિજેતા ખેલાડીઓ/રમતવીરોને મળે તે હેતુથી જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી કચ્છ-ભુજ દ્વારા કચ્છ જીલ્લાના ૧૮ થી ૩૦ વર્ષના ખેલાડીઓ/રમતવીરો જે રાજ્ય/રાષ્ટ્ર/આંતરરાષ્ટ્રીયકક્ષાએ પદક વિજેતા થયેલ હોય અને હાલ રોજગારી મળેલ ના હોય અને રોજગારી મેળવવા માંગતા હોય તેવા ખેલાડીઓએ માર્ગદર્શન પૂરું પડવાના હેતુસર રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરીની ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજન થયેલ છે. જેમાં ખેલાડીઓનો ડેટાબેઝ તૈયાર કરવાનો હોય તેમજ સંસ્થાઓ તથા રાષ્ટ્રીયકૃત બેંકો/ઇન્ડસ્ટ્રીઝ/ પ્રાઈવેટ/પ્રાઇવેટ/પબ્લિક સેક્ટરમાં (Sports Quota) સ્પોર્ટ્સ કોટામાં ભરતીની જાહેરાતો આવે ત્યારે અધતન માહિતી આપના સુધી પહોચી શકે તે હેતુસર નિયત નમુના મુજબનું ફોર્મ ભરવું જરૂરી હોય જેથી ફોર્મ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૪૧૧, ૩જો માળ,બહુમાળી ભવન, ભુજ-કચ્છ ખાતે મેળવી પરત કરવાનું રહેશે. ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ - dsokachchh.blogspot.com પરથી પણ મેળવી શકાશે.

માહિતી એકત્રિત કરવા માટે વિવિધ રમતો/એસોસિએશન તથા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા પણ માહિતી ઉપલબ્ધ કરી જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીને મોકલી શકશે તેવું જિલ્લા રમતગમત અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ