જિલ્લામાં ખાસ અભિયાન હેઠળ ૫૬,૩૦૯ પશુઓને સારવાર અપાઇ. ૭૨,૧૩૯ કૃમિદવા અને ૧૯,૬૫૨ પશુને રસીકરણ કરાયું.
કચ્છ
જિલ્લામાં ખુબ સારા વરસાદને પગલે પશુધન માટે ઘાસચારા અને પાણીની સમસ્યા સંપૂર્ણ હલ
થઇ ગઇ છે ત્યારે વધુ વરસાદની સાથે સાથે આવતી કેટલીક બિમારીઓ પણ ચરિયાણ માટે
વગડામાં જતા પશુઓમાં કયાંકને કયાંક જોવા મળી છે.
ખાસ
કરીને ઝીણા માલ તરીકે ઓળખાતા ઘેટા બકરામાં પગ પાકવાની (કુટ રોટ) બિમારી તેમજ
ગાય/ભેંસ વર્ગમાં લાલ પેશાબની બિમારી જિલ્લાના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. આ
અંગેજિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ
પશુપાલન નિયામક ડો.કે.જી.બ્રહમક્ષત્રિયની આગેવાનીમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખા
દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે ટીમો બનાવી તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સારવાર,
રસીકરણ તેમજ કૃમિનાશક તેમજ ઈતરડી નાશક દવાને લગતી કામગીરી શરૂ કરી દેવાયેલ છે.
જિલ્લાકક્ષાએ આ માટે પશુ દવાખાના-ભુજ ( ફોન નં.૦૨૮૩૨-૨૨૦૬૦૩) ને કન્ટ્રોલરૂમ નંબર
તરીકે સવારથી સાંજે ૮ વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવેલ છે.
પશુઓ માટે પશુ દવાખાના ભુજના કન્ટ્રોલ રૂમનો
સાંજે ૮ વાગ્યા
સુધી સંપર્ક કરી શકાશે
તા.૭/૯/૨૦થસ
ખાસ કમ્પેઇન સ્વરૂપે શરૂ કરાયેલ આ કામગીરી અંતર્ગત આજ સુધી કુલ ૫૬૩૦૯ જેટલા નાના
મોટા પશુઓને વિવિધ સારવાર અપાયેલ છે. તેમજ ૭૨૧૩૯ જેટલા પશુઓને કૃમિનાશક દવા
પીવડાવેલ છે. તેમજ ૧૯૬૫૨ જેટલા પશુઓનું રસીકરણ કરાયેલ છે. જેને કારણે બીમારી કાબુ
હેઠળ આવેલ છે. હાલ દૈનિક ધોરણે અલગ-અલગ વિસ્તારમાં કાર્યરત ટીમો મારફતે સારવાર,
તેમજ અન્ય સંલગ્ન કામગીરી તેમજ ફોલોઅપ વગેરે ચાલુ રાખવામાં આવેલ છે.
ઝીણા
માલમાં દેવાની ફૂટરોગની બિમારી પશુઓ ભીની જમીનમાં સતત ચરતા હોવાના કારણે ખરીઓ તેમજ
બે ખરીની વચ્ચેની ચામડી પોચી પડી જતાં તેમાં લાગતા જીવાણુજન્ય ચેપને કારણે થાય છે.
પોચી પડેલ ખરીમાં કાંટા તેમજ કાંકરા પણ સરળતાથી ખૂંચી જતા હોય છે. જેથી પગમાં થતા
દુખાવાને કારણે પશુ લંગડાય છે અને ચરવાનું ઓછું કરી દે છે. આવું
મોટા
પશુઓમાં ખાસ કરીને ભેંસ વર્ગના પ્રાણીઓમાં જોવા મળેલ લાલ પેશાબની બીમારી એ બબેસીઆ
તરીકે ઓળખાતા રકમ પ્રજીવોને લીધે થાય છે. છુટા છવાયા કેસોમાં થતી આ બીમારીમાં શરૂઆતમાં
તબકકામાં જ પોતાની રીતે કોઇ દવા ન કરતાં નિષ્ણાંત પશુ ચિકિત્સક મારફતે સારવાર
કરાવવામાં આવે તો પશુ ઝડપથી સ્વસ્થ થઇ જાય છે. આ માટે પશુપાલકે પશુ બીમાર જણાયે
સમય ગુમાવ્યા વિના તાત્કાલિક નજીકના પશુદવાખાનાનો સંપર્ક કરી સારવાર કરાવે અને
ત્યારબાદ સાજા થયેલ પશુમાં બીમારી ફરી ઉથલો ન મારે તે માટે થોડા દિવસ તેને ચરિયાણ
માટે ન મોકલતાં ઘરે કે વાડા પર અલગથી બાંધી રાખવું જોઇએ. તમામ પશુઓ માટે નિયમિત
ઈતરડી નાશક દવાઓનો વપરાશ કરવો જોઇએ તેમજ સાંજના સમયે મચ્છર પ્રકારની ઉડતી જીવાતોથી
બચવા માટે માટીનો લેપ કે લીમડાના પાનનો ધુમાડો પણ કરવો જોઇએ.
હાલ
જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જિલ્લામાં કુલ ૨૫ જેટલી ટીમો તેમજ બીજી પેટા
ટીમો બનાવી સારવાર ઝુંબેશ ચાલુ રાખવામાં આવેલ છે. વધુમાં બીમારીના નિદાન તેમજ સચોટ
સારવાર માટે સરદાર કૃષિનગર દાંતીવાડાની વેટરનરી કોલેજ સાથે સંકલન સાધી તજજ્ઞ
વૈજ્ઞાનિકોની ટીમને પણ બોલાવવામાં આવેલ છે. સતત સારવાર,
દેખરેખ અને ફોલોઅપને કારણે સારવાર હેઠળના કેસોમાં સંપૂર્ણ સુધારા સહિત નવા કેસોમાં
પણ ઘટાડો જોવા મળેલ છે તેવું નાયબ પશુપાલન નિયામક,
જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ દ્વારા
જણાવાયું છે.

0 ટિપ્પણીઓ: