તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજના વધુ ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

ભુજના વધુ ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના મહેંદી કોલોની જમાતખાના સામે આવેલ સબનમ લાખાણી અને આશીબાઇ સુલેમાનના ઘર સહિત કુલ-૩ ઘર ને તા.૨૨/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં આવેલ વેલાબાવા વાળી શેરી (લીમડા શેરી) માં આવેલ ચંદુલાલ મગનભાઇ સેંધાણીનું ઘર કુલ-૧ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ તાલુકાના ભુજોડી ગામે ફાર્મ વિલામાં આવેલ વિનોદકુમાર રામદાસ સિંઘના ઘર સહિત જમણી બાજુ સચિન જયકુમાર ઉપાધ્યાય (રૂમ નં.૧૨) તથા ડાબી બાજુ ધમેન્દ્રભાઇ રામપ્રસાદ યાદવ (રૂમ નં.૯) સુધી, કુલ-૪ રૂમને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં ગૌરી ભુવનમાં આવેલ હાર્દિક વિનોદભાઇ ભાવસારના ઘર સહિત હસમુખભાઇ ભાવસારના ઘરથી રાધાબેન ભાવસારના ઘર સુધી કુલ-૩ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં લાલટેકરીમાં આવેલ પુંજાભાઇ ટાવર્સમાં પ્રથમ માળે આવેલ જયસુખલાલ જગનલાલ ત્રેવડીયાનું ઘર તથા સામે આવેલ હિમતલાલ ગાંધીનું ઘર કુલ-૨ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ તાલુકાના ઢોરી ગામે આહિરવાસમાં આવેલ ત્રિકમભાઇ કરમણભાઇ વારોત્રાનું ઘર તથા તેમના મકાની ઉપરના માળે દશરથભાઇ વાલજીભાઇ પરમાર તથા નિમેષભાઇ હિમતભાઇ પટેલનું ઘર તેમજ બાજુમાં આવેલ બંધ મકાન એમ કુલ-૪ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં ન્યુ સ્ટેશન રોડ ચારણવાસમાં આવેલ ગાંગજી મેઘજી ચારણના ઘરથી બાબુલાલ ધનજી ચારણના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં પ્રશાંત પાર્ક-૨ (જયનગર વિસ્તાર) માં આવેલ નાથાભાઇ પ્રેમજીભાઇ ટાંકના ઘર સહિત બંધ ઘરથી મહેન્દ્રસિંહ મંગલસિંહ જાડેજાના ઘર સુધી કુલ-૫ ઘર અને ૩ બંધ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં લેવા પટેલ હોસ્પિટલ પાછળ આવેલ દેવ એવેન્યુમાં ડો.મૃગેશ જગદીશ શાહના ઘર સહિત અલ્કાબેન બીપીનભાઇ ચંદે (ઘર નં.૬૪) ના ઘરથી હિમંત પ્રભાકર વ્યાસ (ઘર નં.૬૧) ના ઘર સુધી, કુલ-૪ ઘર અને ૨ બંધ ઘરને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં સંતોષી માંના મંદિરની સામે, ઝુમર હાઉસની પાછળ આવેલ એસ.ટી.કોલોનીમાં ઉષાબેન જયેશભાઇ મહેતાનું ઘર તથા બાજુમાં દેવેન્દ્રભાઇ એન.વૈધનું ઘર કુલ-૨ ઘર ને તા.૨૩/૯ સુધી, ભુજ શહેરમાં આશાપુરા રીંગ રોડ, સ્વામીનારાયણ વાડીમાં આવેલ નિલકંઠ ભુવનને તા.૨૩/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ