સુવઈ મધ્યે આવતા જ્યોતિગ્રામ ફિડરમાં નજીકના જ ગવરીપર અને નારણપર ગામને જોડવા રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની માંગ.
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના અધિક્ષક ઇજનેરશ્રી ને રજુઆત કરતાં જણાવ્યુ હતું કે રાપર તાલુકાના ગવરીપર જુથ ગ્રામ પંચાયત હેઠળ ના ગવરીપર તથા નારણપર ગ્રામજનો ની વર્ષો થી થયેલ માંગ અંતર્ગત કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો.તેમજ વિસ્તૃતમાં જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમય થી સ્થાનિકે રજુઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી તેમજ હાલના સમયમાં જુથ પંચાયત હેઠળના ગવરીપર અને નારણપર ગામની નજીક આવેલ ગુજરાત એનર્જી ટ્રાન્સમેશનનું ૬૬ કે.વી સુવઇ સબ સ્ટેશન માંથી સુવઈ ગામ માટે સ્પેશિયલ ફિડર દ્વારા વીજ પુરવઠો સુવઈ ગામને અપાય છે જયારે બાજુના જ નારણપર અને ગવરીપર ગામને ઘણી લંબાઈ ધરાવતા ફિડર માંથી વીજ પુરવઠો આપવામાં આવે છે તેમજ હાલના સમયમાં ગવરીપર તથા નારણપર ગામમાં વારંવાર વીજ પુરવઠો બંધ રહે છે જેનું મુખ્ય કારણ મેઇન લાઇનની લંબાઈ છે હાલના સમયમાં જે ફિડર માંથી ગવરીપર તથા નારણપર ગામને વીજ પુરવઠો આપવામાં આવે છે તે ફિડર અંદાજે ૧૨ થી વધુ ગામડાઓ અને છેલ્લે છેક રાપર શહેર થી ખુબજ નજીક આવેલ નંદાસર ગામ સુધી આવે છે આમ છેલ્લે ફોલ્ટ હોય તો પણ વારંવાર લાઇટ બંધ રહે છે જેથી ગામ લોકો સહિત વૃધ્ધો ,વિધાર્થીઓ વગેરે ઉપર ખુબજ માઠી અસર પડે છે આમ ગવરીપર ગામને નજીકના જ સુવઈ ગામ મધ્યે આવેલ ખુબજ ટુંકા ફિડરમાં જોડવા માટે સ્થાનિક સરપંચશ્રી તથા રાજાભાઈ સહિતના આગેવાનશ્રીઓ રહીશોના જણાવ્યા મુજબ ફ્ક્ત ૫ થી સાત વીજ પોલ ઊભા કરી જોડી શકાય તેમ હોઈ તેમજ આ ગામના લોકોની ખુબજ જુની અને અતિ મહત્વની માંગણી સંતોષવા ની માંગ રાપર ધારાસભ્યશ્રી ગત રોજ ૦૫/૦૮/૨૦૨૦ ના રોજ કરી હતી.તેમજ આજ રોજ નારણપર ગામ માટેની પણ માંગ મુકાઇ હતી આમ બંને ગામને સુવઈ મધ્યે આવતા જ્યોતિગ્રામ ફિડર માંથી આપવાનું કામગીરી ટુંક જ સમયમાં પુર્ણ કરવાની લેખીતમાં બાંહેધરી આપી હતી જેથી આ વિસ્તારની પ્રજા કે જેઓ વારંવાર વીજ ફોલ્ટની સમસ્યા થી ત્રાહિમામ છે તેઓ એ ખુબજ ઉંડો હાસકારો અનુભવ્યો હતો તેમજ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા સહિત ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધારાસભ્યશ્રી એ પ્રજાના પ્રાણ પ્રશ્નને વાચા આપવા બદલ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીશ્રીઓ નો આભાર માન્યો હતો.

0 ટિપ્પણીઓ: