રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત આજરોજ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ પ્રાકૃતિક કૃષિકિટ સહાય યોજનાનો પ્રારંભ
રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત
કલ્યાણના યોજના અંતર્ગત આજરોજ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ,
સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને
પ્રાકૃતિક કૃષિકિટ સહાય યોજનાનો પ્રારંભ અંજાર, ભુજ અને નખત્રાણા કલસ્ટર ખાતે કરવામાં
આવ્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે સેવા સપ્તાહ ઉજવણી હેઠળ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા માન.રાજયપાલશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિનના અવસરને જનકલ્યાણ અવસર બનાવી વિવિધ કલ્યાણ યોજનાઓ રાજયમાં અમલી બની રહી છે જે પૈકી રાજયમાં ૭૦ સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૪૯૦૦ લાભાર્થીઓને કુલ રૂ.૧.૩૨ કરોડની ગાય નિભાવ ખર્ચની સહાય યોજનાના મંજુરી પત્રો અપાશે.
માન.રાજયપાલશ્રીએ આ પ્રસંંગે જણાવ્યું હતું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના દ્વારા
કૃષિ કલ્યાણ પ્રારંભ કર્યો છે. પ્રાકૃતિક કૃષિકાર સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની
પ્રસંશા કરતાં જણાવ્યું કે, હું છેલ્લા ૧૦ વર્ષની ૨૦૦ એકરમાં
પ્રાકૃતિક ખેતી કરું છું જેનાથી ઉત્પાદન અને આવક બમણું થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના
જન્મદિન નિમિતે સેવા સપ્તાહ ઉજવણી હેઠળ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ કરી દેશના
લોકલાડીલા વડાપ્રધાનશ્રી અને વિશ્વમાં ડંકો વગાડનાર લોકપ્રિય નરેન્દ્રભાઇમોદીના
જન્મદિને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માન.રાજયપાલશ્રી આચાર્ય
દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી કૃષિ સંસ્કૃતિના
હિતેચ્છુ અને હિમાયતી રહયા છે. આકાશી ખેતી તરફથી ટપક, સ્પ્રીન્કલ, આધુનિક અને પ્રાકૃતિક ખેતી વધારવા
નરેન્દ્રભાઇએ પ્રયત્નો કર્યા છે. વર્ષ ૨૦૨૨માં ખેડૂતોને આવક બમણી થાય તે માટે
પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને વાળવાનો પ્રયાસ થઇ રહયો છે.
રાજયમાં હરિયાળી ક્રાંતિ લાવવા રાજય
સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના આરંભી છે. જેમાં આજે પ્રાકૃતિક ખેતીના બે
પગલાં ભર્યા છે. કામધેનુ સમાન દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ.૯૦૦ હેઠળ
કુલ ૧,૦૫,૦૦૦
લાભાર્થી ખેડૂતો માટે ૬૬.૫૦ કરોડની જોગવાઇ અને દેશી ગાયના છાણ,
ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિકિટના પ્રતિ કિટ રૂ.૧૩૫૦ સહાય એક
લાખ લાભાર્થી ખેડૂતો માટે રૂ.૧૩.૫૦ કરોડની જોગવાઇવાળી યોજના અમલમાં મુકવામાં આવી
છે. જે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા બળ પુરું પાડશે.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના
કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે અંજાર ખાતે આ યોજનાનો પ્રારંભ
કરાવતાં જણાવ્યું હતું કે, ૩૩ કરોડ દેવતાઓ જેમાં નિવાસ કરે છે એ
ગાય માતા ઘર આંગણે હોય અને ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃધ્ધ બને એ રાજય
સરકારનું લક્ષ્ય છે. લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇને જન્મદિને ભાવાજંલિ
આપતા ખેડૂતોને સમૃધ્ધ કરવાના તેમના સપનાને સાકાર કરીએ.
શૂન્ય ખર્ચ બમણી આવક અને ગૌ માતાના સંવર્ધનની યોજનાઓનો આજથી રાજયમાં પ્રારંભ થાય છે. જે પૈકી કચ્છ જિલ્લાએ કુલ ત્રણ કલસ્ટરો પૈકી ૪૫૦૦ ખેડૂતોને રૂ.૪૮૬ કરોડ દેશીગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.૯૦૦ પ્રતિમાસ ચૂકવાશે. જયારે પ્રવાહિત જીવામૃત બનાવવા માટે કુલ ૪૦૩૦ ખેડૂતોને રૂ.૫૪૦૪૦ લાખ ની પ્રાકૃતિક કૃષિકિટ ખેડૂત સહાય ચૂકવાશે.નેચરલ ફાર્મિંગના પ્રોત્સાહન માટે આત્મા પ્રોજેકટ હેઠળ આજથી અમલી આ બે યોજનાઓનો લાભથી ઓછા ખર્ચે બમણી આવક લઇ સમૃધ્ધ ખેતી કરીએ.
આ પ્રસંગે આ બે યોજનાઓના ૧૨ લાભાર્થીઓને
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાના હુકમપત્રો પૂર્વ મંજુરી પત્રો અને કૃષિકિટનું
વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા
જીવામૃત બનાવવા માટે કુલ ૧૦૦ પ્રાકૃતિક કૃષિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ
૨૩૧ ખેડૂતોને રૂ.૨૭૦૦ લેખે કુલ રૂ.૬,૨૩,૭૦૦ની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા
ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાના પૂર્વ મંજુરી અને હુકમપત્રો એનાયત
કરવામાં આવ્યા છે. કાર્યક્રમની આભારવિધિ આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી જિજ્ઞેશભાઇ
ઠાકોરે કરી હતી.



0 ટિપ્પણીઓ: