રાષ્ટ્રીય પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૦
ન્યુટ્રી ગાર્ડન- હેઠળ શાકભાજી, ફળ વાવેતરથીબાળકોને પોષણ પુરું પાડવાનો કોનસેપ્ટ
પોષણ
અભિયાન હેઠળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર
માસમાં જનઆંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહ અને માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી
કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કચ્છ
જિલ્લાની ICDS શાખા દ્વારા જિલ્લાના આ અભિયાનમાં
સંકળાયેલા વિવિધ વિભાગો સાથે મીટીંગ યોજાઇ હતી.
સહી
પોષણ દેશ રોશનની પોષણ શપથપત્રની ઉપસ્થિતોએ પ્રતિજ્ઞા લીધી હતી. આજે હું ભારતના બાળકો,
કિશોરીએ અને મહિલાઓને કુપોષણ મુકત,
સ્વસ્થ અને સશકત કરવા વચન આપું છું. રાષ્ટ્રીય પોષણ માસ દરમ્યાન હું દરેક ઘર સુધી
યોગ્ય પોષણનો સંદેશ પહોંચાડીશ. યોગ્ય પોષણ એટલે પૌષ્ટિક આહાર સુધી પીવાનું પાણી,
સાચી ટેવો અને પધ્ધતિઓ, હું પોષણ અભિયાનને એક
દેશવ્યાપી જનઆંદોલન બનાવીશ. દરેક ઘર,
દરેક ભાઇ-બહેન અને બધા દરેક આંગણવાડી,
દરેક શાળા, દરેક ગામ અને દરેક શહેરમાં આ જન આંદોલનથી
મારા ભારતીય ભાઇ-બહેન અને બધા બાળકો સ્વસ્થ થશે અને પુરી ક્ષમતા પ્રાપ્ત કરશે. આ
મારી પ્રતિજ્ઞા છે.
જિલ્લા
અને તાલુકા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ,
પ્રતિનિધિઓ અને સીડીપીઓ ‘‘હું છું પોષણ વોરિયર્સ’’ ની પ્રતિજ્ઞા લીધી હતી.
પ્રવર્તમાન સ્થિતિને જોતાં કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઇડલાઇન મુજબ સોશિયલ મીડીયા,
વેબીનાર અને ન્યુટ્રીગાર્ડન તેમજ એફએમ કવીઝ કોમ્પીટીશન,
સેટકોમ દ્વારા ઉંબરે આંગણવાડી, SMS
બાળકોની સ્ક્રીનીંગ,
પોષણરથ, ગૃહમુલાકાત,
પોષણ તોરણ બનાવવા, ચેપ
નિવારણ અને નિયંત્રણના પગલાં,
પોષણ પરીક્ષા, કુપોષિત બાળકોની
મુલાકાત, સ્વચ્છતાના ધોરણો વગેરે જેવી વિવિધ
પ્રવૃતિઓ વિવિધ કચેરીઓના સહયોગ અને સંકલનથી સમગ્ર માસ દરમ્યાન ચાલશે. આ પોષણ
માસમાં પાંચ
બેઠકનું સંચાલન સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા અધિકારી ઈરાબેન ચૌહાણે કર્યુ હતું.બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી જોષી, આરોગ્ય અને પરિવાર કલ્યાણના શ્રીમાળી, તેમજ શિક્ષણ, કૃષિ, પાણી પુરવઠા, રોજગાર કચેરી, આદિજાતિ વિકાસ કચેરી, રમતગમત કચેરી, સમાજ કલ્યાણ શાખા, વાસ્મો, માહિતી કચેરી તેમજ જિલ્લાની આંગણવાડી અને સંકલિત બાળ વિકાસ યોજનાના સબંધિત અધિકારીશ્રી પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
0 ટિપ્પણીઓ: