તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ વિસ્તારના વધુ ૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

    ભુજ વિસ્તારના વધુ ૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મંગલમ ચાર રસ્તા પાસે આવેલ સંસ્કારનગરમાં આયોધ્યા એપાર્ટમેન્ટ માંના તમામ ઘર, કુલ-૩૫ ઘર અને ૧૪-બંધ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ શહેરના આઇયાનગર-મુન્દ્રા રોડમાં આવેલ વિનય રસિકલાલ બુધ્ધભટ્ટીના ઘરથી કરણ ચંદ્રકાંત બુધ્ધભટ્ટીના ઘર સુધી કુલ-૪ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ પ્રમુખસ્વામીનગર ઓધવપાર્ક-૨ માં આવેલ વિમળાબેન મુળજી ઠકકરના ઘરથી નરોતમ લક્ષ્મીદાસ પોમલના ઘર સુધી કુલ-૪ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ શિવકૃપાનગર કચ્છ મારબલની બાજુમાં આવેલ દર્પણ દિપકભાઇ ઠકકર (પોપટ) ના ઘર સહિત પ્લોટ નં.બી-૨૭ ચમનલાલ ગોસ્વામીના ઘરથી મિલનભાઇ પુરષોતમભાઇના ઘર સુધી તથા સામેની બાજુ ગેમરભાઇ મ્યાજરભાઇના ઘરથી અરવિંદભાઇ શંભુભાઇના ઘર સુધી કુલ-૭ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ પારેખ પેલેસ, દરજી કોલોની, ઘનશ્યામનગરમાં આવેલ પ્રજ્ઞેશભાઇ શશીકાંત મહેતાના ઘરથી શ્યામસુંદર અજીત મહેતાના ઘર નં.૧૭-સી સુધી, કુલ-૧૬ ઘર અને ૬ બંધ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ શહેરમાં નિર્મલસિંહની વાડીમાં આવેલ રાધેકુંજ ઘર નં.૫૫-પી ધીરેન ભરતભાઇ ધીરવાણીના ઘર સહિત જમણી બાજુ જયેશભાઇ ધોળકીયાનું ઘર તથા ડાબી બાજુ બંધ ઘર તેમજ સામેની બાજુ ચંપકલાલ સોનીના ઘરથી કાન્તીલાલ ગોરના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૧૨/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ, સૂર્યાનગરમાં આવેલ ઘર નં.૧૬૧ સહિત ઘર નં.૧૬૪,૧૬૫ અને ૧૬૦ સુધી કુલ-૪ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ તાલુકાના સેડાતા ગામના હિગોરાવાસમાં આવેલ આસિફ ઓસમાણ રાઠોડનું ઘર કુલ-૧ ઘર ને તા.૧૬/૯ સુધી, ભુજ તાલુકાના લાખોંદ ગામેબી.એમ.સી.બી. કોલોની સ્કવેર સીટીમાં આવેલ દિપચંદ વિજય શર્માના ઘર સહિત જમણી બાજુ બંસલ હેમંતકુમારનું ઘર તથા ડાબી બાજુ જયોશદાબેન શંભુગર ગોસ્વામીના ઘર સુધી, કુલ-૪ ઘર ને તા.૧૫/૯ સુધી, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.


આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.


આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે.



સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ