માંડવી વિસ્તારના વધુ ૫
વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર
માંડવી નગરના નિમ્બાળા શેરીને તા.૨૨/૯ સુધી,
માંડવી તાલુકાના કોડાય ગામની પિંજરાઇ વાડીને તા.૨૨/૯ સુધી,
માંડવી તાલુકાના બાગ ગામના પઠાણ ફળિયાને તા.૨૨/૯ સુધી,
માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના ભાગ ફળિયાને તા.૨૨/૯ સુધી,
માંડવી તાલુકાના બાગ ગામના કાલુંભા ફળિયાને તા.૨૨/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન
જાહેર કરવામાં આવ્યા છે.
આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. કન્ટેન્મેન્ટ ઝોન/માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારે ૭
થી સાંજના ૭ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વેચાણની
પરવાનગી રહેશે.
આ
જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડીવીઝનલ
મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

0 ટિપ્પણીઓ: