તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

માંડવી-મુન્દ્રા શહેર તથા તાલુકાના વધુ ૧૩ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 માંડવી-મુન્દ્રા શહેર તથા તાલુકાના વધુ ૧૩ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા




જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માંડવી તાલુકાના લાયજા ગામના સનાતનનગરને તા.૧૧/૧૦ સુધી, માંડવી શહેરના શીવાજી નગરને તા.૧૧/૧૦ સુધી, માંડવી તાલુકાના લાયજા ગામના નેનગંગા વિસ્તારને તા.૧૧/૧૦ સુધી, માંડવી શહેરની લક્ષ્મી ટોકીઝની બાજુના વિસ્તારને તા.૧૧/૧૦ સુધી, માંડવી તાલુકાના તલવાણા ગામનો શકિતનગર વિસ્તારને તા.૧૧/૧૦ સુધી, મુન્દ્રા શહેરના આશાપુરા નગરના કુલ-૧૬ ઘરોને તા.૮/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના જૈન નગરના કુલ-૩૩ ઘરોને તા.૭/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની ડાયમંડ સોસાયટીના કુલ-૨૨ ઘરોને તા.૫/૧૦ સુધી, મુન્દ્રા શહેરની સમુદ્ર ટાઉનશીપના એ-૨૮, ઘર નં.૩ કુલ-૨૪ ઘરોને તા.૫/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની દરબારી શાળા પાસે કુલ-૩ ઘરોને તા.૫/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની જૈન નગરના કુલ-૨૦ ઘરોને તા.૪/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની હિંગલાજ નગરના કુલ-૨૨ ઘરોને તા.૪/૧૦ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના અંબિકાનગરના કુલ-૨૯ ઘરોને તા.૪/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ