The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
કોરોનાને વરાળ દ્વારા નાકમાંથી જ મારી નાંખવાથી તે નાબુદ થઇ શકે,વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ૫ થી ૧૨ સપ્ટે.૨૦૨૦
📅પ્રકાશિત: Saturday, September 05, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
કોરોનાને વરાળ દ્વારા નાકમાંથી જ મારી નાંખવાથી તે નાબુદ થઇ શકે,વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ૫ થી ૧૨ સપ્ટે.૨૦૨૦
કોરાનાને
હરાવીશું જીંદગીને જીતાડીશું આ મક્કમ નિર્ધાર સાથે સમગ્ર વિશ્વ દેશ અને રાજયમાં
દરેક દરેક નોવેલ વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા વિવિધ પગલાં લઇ રહયા છે.WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા
કોવીડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.ફકત
પાંચ મીનીટ સવારે બપોરે અને સાંજે સતત એક સપ્તાહ વરાળથી નાસ લેવાની પ્રક્રિયા
નિયમિત કરવાથીકોરોનાને માત આપી શકાય છે. કેન્દ્ર
અને રાજય સરકારની કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે વખતો વખત જાહેર
કરવામાં આવતી ગાઇડલાઇનને અચૂક અનુસરીએ પણ ભારતીય આર્યુવેદ પધ્ધ્તિ મુજબ નાસ
લેવાનું પણ કરીએ. ફેફસાંની બારી નાકને સ્વચ્છ અને સ્વસ્થ કરીને કોરાનાને માત આપવા
દરેકે પોતે પોતાની દૈનિક રોજીંદી ક્રિયામાં વરાળ નાસને સ્થાન આપવું જોઇએ. નવસેકા
ગરમ પાણીમાં મીઠું અજમો નાંખીને નાસ લઇ શકાય છે. આ સાથે તાજા ફળ ફળાદી જયુશ,
રસ અને શાકભાજી કાચા સલાડ અને ફણગાવેલા કઠોળ પણ રોગપ્રતિકારક શકિત વધારશે. અજમા,
તુલસી, ફુદીનો,
ગળો, મીઠુ,
મરી હળદર લવિંગ વગેરેથી બનાવેલ ઉકાળો પણ સમયાંતરે લઇને ગળાને પણ સ્વચ્છ કરવું
જોઇએ. એક
ખાનગી સંસ્થાએ કોવીડ-૧૯નો જાગૃતિ સંદેશો મુકયો છે એ મુજબ આપણા દૈનિક જીવનમાં SMS
અમલી બને તો કોરોનાને માતઆપવામાં સહાયભૂત થવાય. ‘એસ’ એટલે સેનિટાઈઝરથી
હાથ સાફ કરવા ‘એમ’ એટલે માસ્ક પહેરવું,
રૂમાલ કે અન્ય કપડાંથી બનેલા માસ્ક પણ પહેરવા અનિવાર્ય બનાવવું અને ત્રીજો ‘એસ’
એટલે સોશિયલ ડિસ્ટન્સ પાળવું સામાજિક અંતરથી વાતચીત કે વ્યવહાર કરવો. આમ SMS
ની પધ્ધતિ રોજીંદા જીવનમાં અમલી બનાવીએ. કોરાનાને
ભગાવીએ.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: