તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વડોદરા ખાતે ભારતીય હવાઈદળ “એરમેન” ભરતી રેલી યોજાશે

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 વડોદરા ખાતે ભારતીય હવાઈદળ “એરમેન” ભરતી રેલી યોજાશે


ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓ તથા યુનિયન ટેરિટરી દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના ફક્ત અપરિણીત (UN-MARRIED) પુરુષ ઉમેદવારો જ રેલીમાં ભાગ લઇ શકશે. ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે www.airmenselection.cdac.in/ વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન અરજી તા.૮/૯/૨૦૨૦  સવારના  ૧૧ થી તા.૧૦/૯/૨૦૨૦ સાંજ ના ૧૭:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી તા. ૨૩/૦૯/૨૦૨૦ થી ૦૪/૧૦/૨૦૨૦ દરમ્યાન કેન્દ્રીય વિદ્યાલય, એરફોર્સ, મકરપુરા. વડોદરા ખાતે યોજાશે. વયમર્યાદા તા.૧૭/૦૧/૨૦૦૦ થી ૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા (બને દિવસો સહીત) લાયકાત: ગ્રુપ “Y”  (એક્ષ્પર્ટ-ઓટો.ટેક, IAF(P) ,  IAF(S) , અને મ્યુઝીશ્યન ટ્રેડ  સિવાયના  ટ્રેડ માટે) ધો.૧૨ (૧૦+૨) સમકક્ષ પરીક્ષા કોઈપણ પ્રવાહમાં ૫૦% સાથે પાસ અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્સ ૫૦% સાથે માન્ય  સંસ્થામાંથી અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે અથવા ઇન્ટરમીડિયેટ/મેટ્રીક્યુલેશનમાં અંગ્રેજી હોવું જરૂરી છે. ગ્રુપ “Y” (નોન ટેકનીકલ-મેડીકલ આસીસ્ટન્ટ ટ્રેડ) માટે ધો. ૧૨(૧૦+૨)/ સમકક્ષ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ (ફીઝીક્સ,કેમેસ્ટ્રી બાયોલોજી, અંગ્રેજી) માં ૫૦% સાથે પાસ અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી.  નોંધ ૧ ઉમેદવારનું શિક્ષણ કેન્દ્રિય/રાજ્ય પરીક્ષા બોર્ડના માધ્યમથી હોવું આવશ્યક છે. ૨. ૪૯.૯૯ % એ ૪૯ ગણવાપાત્ર રહેશે ૫૦% નહિ. વધુ વિગત માટે INDIAN AIR FORCEની વેબસાઈટ https://airmenselection.cdac.in  જોવા રોજગાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ