ભુજ વિસ્તારના વધુ ૨૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના વાણીયાવડ ડેલા, બુલબુલ વાળી શેરીમાં વૈભવ બિલ્ડીંગમાં આવેલ નિરવ મહેન્દ્રભાઇ શાહનું ઘર (વૈભગ બિલ્ડીંગ) ને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરના સંસ્કારનગર ગરબી ચોકની બાજુમાં આવેલ મીનાબેન રામપ્રતાપ ઠકકરના ઘર (ઘર નં.૪૦-બી) થી મહેશભાઇ ધનજીભાઇના ઘર સુધી તથા સામેની બાજુ ઈન્દુબેનનું ઘર તથા કુંવરબેન ગઢવીના ઘરથી રાજુભાઇ ચૌહાણના ઘર સુધી કુલ-૧૩ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ પંચશીલ સોસાયટી, સંસ્કારનગરમાં મકાન નં.બી-૫ ના ઘરથી ૪ થી ૬-બી મહેશભાઇ ગોરના ઘરથી મંગલભાઇ વેકરીયાના ઘર સુધી કુલ-૫ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ વાણીયાવાડ ભીટારા શેરી, નોવેલ્ટી સ્ટુડીઓની બાજુમાં આવેલ કોકિલાબેન બિપીનચંદ્ર મહેતાનું ઘર તથા સામેની બાજુ ઠકકર જિતેન્દ્રભાઇનું ઘર કુલ-૩ ત્રણ અને ૧ બંધ ઘર સહિતને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ પ્રમુખસ્વામીનગર શેરી નં.૬માં મયુર કેવડભાઇ ઠકકર (ઘર નં.૮૨) ના ઘરથી મહેશ અમરતલાલ ત્રવાડી (ઘર નં.૭૮) સુધી તથા તેજસ કમલેશભાઇ રાજદ (ઘર નં.૯૩) ના ઘરથી ચંદ્રબાળા રામદાસ ઠકકર (ઘર નં.૮૯) ના ઘર સુધીને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરના કંસારાબજાર મહાલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલ રશ્મીબેન સુમનભાઇ વ્યાસનું ઘર તથા બાજુનું ગોડાઉન સહિત કુલ-૨ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં સત્યમનગરમાં આવેલ રૂપલબેન અતુલભાઇ ગોર (પ્લોટ નં.૯) નું ઘર તથા બાજુમાં જિતેન્દ્ર જમનાદાસ ઠકકરના ઘરથી પુનમબેન આત્મારામભાઇના ઘર સુધી તથા સામેનું મકાન જનતાબેન રમેશચંદ્ર ત્રિપાઠીના ઘર સુધી કુલ-૪ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં કૈલાશનગર, રઘુવંશી ચોકડી પાસે આવેલ નવિનચંદ્ર લક્ષ્મણભાઇ પરમાર (ઘર નં.૭૯૫) ના ઘરથી રમઝાન અલીમામદ ખોજા (ઘર નં.૭૯૭) સુધી તથા સામેની બાજુ મોહનલાલ લીલાભાઇ દેસાઇનું ઘર કુલ-૪ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરના વાલરામનગર-૨ માં આવેલ સહજાનંદ બંગલોઝમાં શિવકુમાર લક્ષ્મીદાસ જોષી (ઘર નં.૧૬-સી) ના ઘરથી મહેશભાઇ ગોવિંદભાઇ ઠકકર (ઘર નં.સી-૧૨૨, ૧૨૩) ના ઘર સુધી તથા પ્રકાશ પ્રાણશંકર ભટૃ (ઘર નં.બી-૭) ના ઘરથી ઝુલેશભાઇ કાનજી કંસારા (બી-૮૪) ના ઘર સુધી, કુલ-૧૦ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં રાજપુત સમાજવાડીની સામે ધર્મદિપ પાર્કમાં આવેલ ઘર નં.૧ (બંધ ઘર) થી વાઘેલા સરલાબેન નરોતમ (ઘર નં.૪,૫-એ) ના ઘર સુધી તેમજ ધીરજલાલ મણીલાલ ઠકકર (ઘર નં.૪૩) ના ઘર સુધી કુલ-૫ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરના શરાહબાગમાં આવેલ મોહમ્મદહુશેન ઈસ્માઇલ બાયડના ઘર થી સુમરા મોહમ્મદ રફીકભાઇના ઘર સુધી કુલ-૩ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં પાંજરાપોળ શેરી, અનમ રીંગરોડ પાસે આવેલ મીનાબેન જીતેન્દ્ર ઝવેરીનું ઘર (ત્રણ માળની ડેલી) કુલ-૧ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રીંગરોડ, ઓધવ વંદના-૧ માં આવેલ ઘર નં.૯૭/૧ (રાકેશ કનૈયાલાલ કોટકનું ઘર) કુલ-૧ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં સરપટ ગેટની બાજુમાં મલેક ફળિયામાં આવેલ દાઉદ રણમલ સમાનું ઘર તથા સામેની બાજુ ઈસ્માઇલ જુસબનું ઘર તથા પાછળ આવેલ રફીક સાલેમામદ જીએજાનું ઘર કુલ-૩ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં પાટવાડી નાકા, મલેક શેરીમાં આવેલ રમજુ મામદ રાઠોડના ઘરથી કાનજી મેઘજી રાઠોડના ઘર સુધી તથા સામેની બાજુ હરેશ ટાપીશંકર ત્રિપાઠીના ઘરથી શરીફાબેન કાસમ મલેકના ઘર સુધી કુલ-૫ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં ત્રયંબકેશ્વર મહાદેવ મંદિરની સામે રાજ સ્વીટની બાજુમાં, સરપટ ગેટમાં આવેલ રીન્કુબેન ધૈર્યકુમાર ગોરના ઘર સહિત દિનેશ પરસોતમ ગોરના ઘરથી જયેન્દ્રભાઇ ગોરના ઘર સુધી કુલ-૩ ઘર ને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરમાં મહાદેવનગર સનસીટીમાં આવેલ મહેશભાઇ ગોવિંદભાઇ પટેલ (ઘર નં.૫૮) ના ઘર થી જીતેન્દ્ર ગોવિંદજી ભાનુશાળી (ઘર નં.૬૪) ના ઘર સુધી તથા ગોપાલભાઇ (ઘર નં.૬૫) ના ઘરની બાજુમાંથી પ્રવિણભાઇ વાલજી કેશરાણી (ઘર નં.૭૦) ના ઘર સુધી કુલ-૧૩ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૮/૯ સુધી, ભુજ શહેરના સંતોષ ટાવરમાં પાંચમા માળે આવેલ ઘર નં.૫૦૨ (અમીતભાઇ જયસુખલાલ વોરા) ના ઘર થી વિજય રામજી સોલંકીના ઘર સુધી કુલ-૪ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં એલ.આઇ.સી. કોલોની જેષ્ઠાનગરમાં આવેલ અમીરઅલી ગુલામહુશેન મર્ચન્ટના ઘર સહિત જમણી બાજુ છેલ્લું ઘર જયાબેન ઠકકરનું ઘર તથા સામેની બાજુ છેલ્લું ફિરોજભાઇ ખત્રીનું ઘર કુલ-૪ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે મલવાડી ગરબી ચોકની પાછળ આવેલ પ્રવિણચંદ્ર શંભુલાલ સોનીના ઘરથી પરસોતમ રવજી વાળંદના ઘર સુધી તથા સામેની લાઇનમાં શાંતાબેન પ્રેમજી સુથારના ઘરથી નરેન્દ્ર નારણદાસ બારમેડાના ઘર સુધી કુલ-૯ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે વૃંદાવન સોસાયટીમાં આવેલ પ્રશાંત સવાઇ પુરોહિતના ઘરથી દિલુભા ઉદુભા ઝાલાના ઘર સુધી તથા સામેની લાઇનમાં વેલજી સુમાર કારૂના ઘરથી બંધ ઘર સુધી કુલ-૧૦ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે આઇયાનગર-૫ માં આવેલ દિનેશ હિરાલાલ ચૌહાણના ઘર થી ચંદ્રિકાબેન દયારામના ઘર સુધી તથા સામેની લાઇનમાં પટેલ હસમુખ પટેલના ઘર સુધી કુલ-૮ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ શહેરમાં ઓરીએન્ટ કોલોનીમાં આવેલ હાર્દિક રસિકભાઇ સંઘવીના ઘરથી ચંદ્રમણી ચમનલાલ શાહના ઘર સુધી તેમજ સામેની લાઇનમાં શાલ્યાબાઇ અબ્દુલકરીમ કોરોના ઘરથી હેમેન નવિનચંદ્ર શાહના ઘર સુધી, કુલ-૬ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૯/૯ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે આદિત્ય બંગલોઝમાં આવેલ પ્રેમજી ભાણજી કેસરાણીના ઘરથી ડાહીબેન જશરાજ સામાણીના ઘર સુધી કુલ-૬ ઘર અને ૧ બંધ ઘર ને તા.૧૮/૯ સુધી, ભુજ તાલુકાના કોટડા (આથમણા) ગામે મેપાણીવાસમાં આવેલ કલ્પેશ મગનભાઇ માકાણીના ઘર સહિત જમણી બાજુ મનસુખ માકાણીનું ઘર તથા ડાભી બાજુનું છેલ્લું ઘર રતનશી દેવશી માકાણીના ઘર સુધી કુલ-૮ ઘર ને તા.૧૯/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની
અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ.
જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી
પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ
કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે
તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા
ફરમાવેલ છે.

0 ટિપ્પણીઓ: