પોષણ માહ દરમ્યાન કચ્છમાં ૧૮૬૦૦ આંગણવાડી લાભાર્થીના આધાર નંબર બન્યા
આઈ સી ડી એસ સંકલિત બાળ વિકાસ યોજના જીલ્લા
પંચાયત કચ્છ ભુજ દ્વારા ભારત સરકારના પરિપત્ર “રાષ્ટ્રીય પોષણ માહ” ની ઉજવણી
સપ્ટેમ્બર ૨૦૨૦ માં થઇ રહી છે તેમજ આ પોષણ માહ માં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર
મુકવામાં આવે છે. (૧) બાળકના પ્રથમ ૧૦૦૦
દિવસ (૨) એનેમિયા (૩) ઝાડા નિયંત્રણ (૪) હેન્ડ વોશ અને સેનિટેશન (૫)
પૌષ્ટિક આહાર આ ઉપરાંત આધાર નંબર ની કામગીરી પર ભાર મુકવામાં આવેલ છે .
પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આઈ સી ડી એસ ના લાભાર્થી ૦ થી ૫ વર્ષ ના
બાળકો, સગર્ભા , ધાત્રી , તેમજ કિશોરીઓના નવા આધાર કાર્ડ બનાવવાની કામગીરી હાલ માં
કાર્યરત છે. ભવિષ્યમાં આંગણવાડીમાં મળતા
લાભો લેવા માટે લાભાર્થીઓને આધાર નંબર ફરજીયાત થવાનો હોઈ આધાર નંબર બનાવવાની
પ્રક્રિયા પુર જોશમાં કચ્છમાં ચાલી રહી છે.
આમ ઉક્ત કામગીરીથી આધાર નંબર વિનાના
ભૂતિયા લાભાર્થીની છટણી કરી શકાય તેમજ
આંગણવાડી કેન્દ્રો પર કોઈ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં
આવી રહ્યા છે
કચ્છ જીલ્લા માટે આઈ સી ડી એસ ના
લાભાર્થીઓના આધાર નંબર કઢાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૧ આધાર કીટો ની ફાળવણી
તાલુકા કક્ષાએ કરવામાં આવેલ છે જેના દ્વારા આંગણવાડી કેન્દ્રમાં લાભ લઇ રહેલા
લાભાર્થીઓના આધાર નંબર બનાવી આપવામાં આવે છે . અત્યાર સુધી ૧૮૬૦૦ જેટલા આધાર નંબર
કાઢવામાં આવેલ છે અને ભવિષ્યમાં આંગણવાડી
કેન્દ્ર પર આધાર કીટ મોકલી ને વધુમાં વધુ આંગણવાડીના લાભાર્થીઓના આધાર નંબર નીકળે
તે માટે લાભાર્થીઓએ આંગણવાડી વર્કર નો
સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે .

0 ટિપ્પણીઓ: