તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સણોસરા ખાતે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો,૮૫૦ ઉંટોને ખાજી ફિટોડા રસીકરણ ૧૬૫૦ ઘેટાબંકરાને કૃમિનાશક દવા ૨૫૦ ઘેટા બકરાંને ફુટ રૂટ સારવાર અપાઇ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સણોસરા ખાતે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો,૮૫૦ ઉંટોને ખાજી ફિટોડા રસીકરણ ૧૬૫૦ ઘેટાબંકરાને  કૃમિનાશક દવા ૨૫૦ ઘેટા બકરાંને ફુટ રૂટ સારવાર અપાઇ


પશુપાલન ટીમ દ્વારા સણોસરા ગામે ઊંટોમાં ખાજી-ફિટોડા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તે અંતર્ગત કચ્છ પશુપાલન ખાતાના વડા ડૉ. બ્રહ્મક્ષત્રિય સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાની પશુપાલન ટિમ દ્વારા સણોસરા ગામે મોમાય માતાજીના મંદિર પાસે ૮૫૦ ઊંટોમાં ખાજી-ફિટોડાનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ બીમાર ઊંટોની સારવાર કરવામાં આવી.

આ ઉપરાંત ૧૬૫૦ ઘેટાં-બકરાંને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી તેમજ ૨૫૦ જેટલા ઘેટાં-બકરાં ને ફૂટ-રૂટ ની સારવાર કરવામાં આવી.

ફિટોડા એ ઊંટ વર્ગના પશુઓમાં થતો એક ગંભીર પ્રકારનો રોગ છે. આ રોગથી અસરગ્રસ્ત પશુ શરીરથી એકદમ નબળું પડી જાય છે અને બીજા રોગોનો ભોગ બને છે. ખાજીની બીમારી પણ આવી જ એક બીમારી છે. આ બંને દવાઓ ખર્ચાળ હોવાથી ઊંટ પાલકો પોતાના ખર્ચે સારવાર કરવામાં અસમર્થ હોવાથી પશુપાલન ટિમના સહયોગથી સફળતા પૂર્વક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું આયોજન તથા સહયોગ ગામના સરપંચશ્રી શંભુભાઈ જગમાલભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના સહયોગથી છેલ્લા ૧૧ વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે.

આ પશુ રસીકરણ કેમ્પમાં  જીલ્લા પશુપાલન ખાતાના વડા ડો.કે.જી.બ્રહમક્ષત્રિય, મદદનીશ નિયામક  ડો.એચ.એમ.ઠકકર, પશુ રોગ સંશોધન કેન્દ્ર ભુજ ના ડો.ડી.કે.પટેલ, સીબીએફ ભુજના ડો.બેચરા ની હાજરીમાં ભુજ તાલુકા નાં તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો.મેહુલ ચૌધરી અને એમની ટીમ દ્રારા આ કેમ્પ કરવામાં આવયો  હતો.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ