કચ્છમાં અનુસૂચિત જાતિની વિવિધ યોજનાઓના ૬૭,૬૨૦ લાભાર્થીઓએ લાભ લીધો
કોવીડ-૧૯માં સરકારના અસરકારક પગલાં રૂપે
૧૧૬ બાળકોને
મળ્યા રૂ.૧.૭૪ લાખ નિભાવ ખર્ચ
વંચિતોના વિકાસને વરેલી આપણી રાજય સરકારે અનુસૂચિત જાતિઓના સર્વાગી વિકાસ માટે વિવિધ પગલાંઓ લઇ યોજનાઓના અમલીકરણથી અનોખુ ઉદાહરણ પુરું પાડવાની જાણે નેમ લીધી છે. આથી જ કેન્દ્ર સરકારે તૈયાર કરેલા વીસ મુદાના અમલીકરણ કાર્યક્રમમાં અનુસુચિત જાતિઓ અને વંચિતોના કલ્યાણ માટે ૯૬.૪૯ ટકા ની સિધ્ધિ સાથે ગુજરાત રાજય દેશમાં પ્રથમ ક્રમે છે.સમાજના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા અને સમાનતાનો ભાવ વિકસાવવા કટિબધ્ધ છે. આ સરકારે કચ્છ જિલ્લામાં પણ અનુસૂચિત જાતિ માટે વિવિધ યોજનાઓ અમલી કરી અસરદાર પરિણામો બતાવ્યા છે.
વિશ્વ આખું જયારે પેન્ડમીક ડિસીઝ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહયું છે ત્યારે પણ સરકાર લઇ રહી છે જરૂરતમંદોની દરકાર.ફેબ્રુઆરી-૨૦૨૦માં સમગ્ર દેશ કોરોના વાયરસ કોવીડ-૧૯ના નામથી ભયભીત થઇ ગયો. ચીનની અને અન્ય પાડોશી દેશોની સ્થિતિ જોતાં દેશવાસીઓમાં ભયનું મોજું ફેલાઇ ગયુ ને સરકારે સાવચેતી અને સલામતીના પગલારૂપે કોરોના વાયરસના સંક્રમણને રોકવા અટકાવવા લોકડાઉનની જાહેરાત કરી.આ સાથે જ ભુજ, નલીયા, રાપર, આદિપુર, મુન્દ્રા, નખત્રાણા અને દયાપર, માંડવીની થઇ કુલ ૧૦ સરકારી કન્યા કુમાર છાત્રાલયમાં રહી ભણતા બાળકોને સલામતી અને સાવચેતી માટે નિજ ઘરે મોકલ્યા.શૈક્ષણિક કાર્ય અને સંસ્થા બંને લોકડાઉનમાં ડાઉન કરવા પડયાને છાત્રાલયમાં રહેતા બાળકો પોતાના પરિવાર પાસે પહોંચ્યા.
અસ્વચ્છ
વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના બાળકો પણ પોતાના ઘરે પહોંચ્યા હતા. સફાઇકામ, કચરો વીણવો,
ચામડું કમાવવા અને સ્વચ્છતા કરવાના વ્યવસાયમાં જોડાએલા અનુસૂચિત જાતિના પરિવારના
બાળકોને કોઇપણ આવક મર્યાદા વગર ધોરણ ૧ થી ૧૦ વિધાર્થીઓને માસિક રૂ.૧૧૦ તેમજ
વાર્ષિક રૂ.૭૫૦ અને ધોરણ ૩ થી ૧૦ માં હોસ્ટેલરને રૂ.૭૦૦ તથા વાર્ષિક રૂ.૧૦૦૦ એડહોક
શિષ્યવૃતિ આપવામાં આવતી હોય છે.
હવે
આવા પરિવારના બાળકો શૈક્ષણિક વર્ષ દરમ્યાન ઘરે આવ્યા એટલે સંવેદનશીલ સરકાર આ
બાળકોની લીધી દરકારને જિલ્લા પંચાયત કચ્છ દ્વારા સંચાલિત છાત્રાલયના રજા આપી
દેવામાં આવેલા બાળકો પૈકી સમાજ કલ્યાણ શાખા ભુજ દ્વારા માર્ચ-૨૦૨૦ના પ્રતિ બાળકને
રૂ.૧૫૦૦ પૈકી કુલ ૧૧૬ બાળકોને નિભાવ ખર્ચ પેટે રૂ.૧,૭૪,૦૦૦ ની તાત્કાલિક ચુકવણી કરી હતી.
સખ્ત અને ચુસ્ત કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ એ સમયમાં જયારેસંપૂર્ણ લોકડાઉન જાહેર થયેલું ત્યારે તેમના પરિવાર માટે બાળકોના નિભાવ ખર્ચની આ રકમ ફુલ નહીં તો ફુલની પાંખડી પેટે આવકારદાયક રકમ હતી એમ ભુજના એક વાલીએ જણાવ્યું હતું. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વી.ઓ.જોશી જણાવે છે એ મુજબ કચ્છનાં તેમના હેઠળ અનુસૂચિત જાતિની કુલ ૧૩ અમલી યોજનામાં તેમણે ૮૮.૬૦ સિધ્ધિ મેળવી છે. જિલ્લાના ૬૭,૬૨૦ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો છે. કચ્છ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ ની જયાં તેમનો લક્ષ્યાંક ૬૪,૫૮૬ લાભાર્થી હતા તેની સામે ૬૭,૬૨૦ લાભાર્થીઓએ વિવિધ યોજનાનો લાભ મેળવ્યો છે. રૂ.૯.૩૭ કરોડમાંથી ૮.૧૨ કરોડ રૂપિયાના ખર્ચ વિવિધ યોજના હેઠળ કરવામાં આવ્યો છે.



0 ટિપ્પણીઓ: