કલેકટર કચેરી ખાતે રાજયમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ કોવીડ-૧૯ ની સમીક્ષા બેઠક યોજાઇ, ઔધોગિક અને શહેરી વિસ્તારોમાં વધતા કોવીડ સંક્રમણને રોકવા તાકીદ
નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની કચ્છ જિલ્લામાં સ્થિતિ તેમજ વધતાં સંક્રમણને અટકાવવા અને જાહેર જનતા અને જીવનમાં લેવાના સાવચેતીના પગલાં માટે આજરોજ કલેકટર કચેરી ખાતે કોવીડ-૧૯ સમીક્ષા બેઠક યોજાઇ હતી.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા વહીવટી અને આરોગ્ય તંત્રની સુવિધા, સમસ્યા અને પ્રશ્નોને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર અને સીવીલ સર્જન ડો.કશ્પય બુચ સાથે જિલ્લામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ સંદર્ભે હોસ્પિટલ, સાધન-સુવિધા અને ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે સબંધિતોને કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી.આ સાથે જ જાહેર સાર્વજનિક સ્થળો પર કેન્દ્ર અને રાજય સરકારે કોરોના કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ અપાયેલી છૂટછાટમાં જાહેર જનતાએ રાખવાની સાવચેતી અને અમલવારીની પણ ચર્ચા કરવામાં આવી હતી.
માસ્ક અને સામાજિક અંતર સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરી જરૂર પડે તો જ સાર્વજનિક સ્થાનોનો પ્રજાએ ઉપયોગ કરવો જોઇએ. બાગ-બગીચા, રેસ્ટોરેન્ટ જરૂરી પ્રાથમિક સુવિધાઓમાં અપાયેલી છૂટછાટમાં નાગરિકોએ સ્વસલામતી માટે સરકારે નિર્દેશિત કરેલા પગલાંઓનો ચુસ્ત અમલ કરવો પડશે. કચ્છ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ જોતા ગ્રામ્ય કરતાં શહેરો અને નગરોમાં તેનું સંક્રમણ વધી રહયું છે ત્યારે સ્વસાવધાની, સાવચેતી અને સલામતીના પગલાં નાગરિકો દ્વારા પણ અમલી બને તે જરૂરી છે. બિનજરૂરી બહાર નીકળવું, કારણ વગર ટોળે વળવું કે નિરર્થક જાહેરમાં ફરવું વગેરે બાબતોનો હાલના સંજોગો જોતાં સંપૂર્ણ નકાર કરવો જોઇએ. લોકોમાં કોવીડ-૧૯ ની ગંભીરતા અને જોખમ બાબતે સ્વજાગૃતિ અને સલામતી અગત્યની છે એમ સૌએ સાર્વત્રિક સુર પુરાવ્યો હતો.
રાજયમંત્રીશ્રીએ આ તકે કોરોના કોવીડ સંદર્ભે જોવા મળતી સબંધિતોની અસાવધાની અને બેજવાબદારી પ્રત્યે તાકિદ કરી હતી. કોવીડ ગાઇડલાઇનને અનુરૂપ અમલવારી કરાવવા મંત્રીશ્રીએ જવાબદાર અને સબંધિત સર્વેને સુચિત કર્યા હતા.મંત્રીશ્રીએ આ તકે કોરોનાના સંક્રમણને અટકાવવા, રોકવા સ્વૈચ્છિક સંગઠનોનો સાથ લેવા જણાવ્યું હતું તેમજ હોસ્પિટલો, શબવાહિની, સ્મશાન વગેરેની ઉદભવતી જરૂરિયાતો બાબતે યોગ્ય કરવા ચર્ચા કરી હતી.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પણ કોવીડ-૧૯ની હોસ્પિટલોમાં પડતી અગવડો અને મળવાની થતી સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરતાં જરૂરી સંશાધનો પુરા પાડવા જણાવ્યું હતું.કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ જિલ્લાની કોવીડ સ્થિતિને અનુલક્ષીને જરૂરી તમામ બાબતોને સબંધિત સર્વેને તત્કાળ ધોરણે પુરું કરવા પણ જણાવ્યું હતું.
ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તેમજ અગ્રણી કેશુભાઇપટેલે પ્રશાસન અને જવાબદારો તેમજ પ્રજાની અસાવધાની અને બેજવાબદારી પરત્વે સબંધિતોને અવગત કરી ચોકકસ પરિણામો લાવવા રજુઆત કરી હતી.વ્યવસ્થા અને સંકલનના અભાવના પ્રશ્ને ઉદભવતી સમસ્યા અને સગવડો બાબતે રાજયમંત્રીશ્રીએ સૌને તાકિદ કરી હતી તેમજ કોવીડ-૧૯ ની ગાઇડલાઇન અનુરૂપ પ્રજા, સરકાર અને પ્રતિનિધિઓને અનુસરવા જણાવ્યું હતું.પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંગ અને પૂર્વ કચ્છના એસ.પી.શ્રી મયુર પાટીલે પણ આ તકે કાયદાની અમલવારી તેમજ હકારાત્મક કોવીડ-૧૯ ની અમલવારી બાબતે રજુઆત કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ડેપ્યુટી ડી.ડી.ઓશ્રી ગૌરવ પ્રજાપતિ, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ, નાયબ મામલતદાર, રામ ઠકકર, અદાણીના આર.એમ.ઓ શ્રી ડાભી અને માર્ટીનભાઇ તેમજ સબંધિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા
0 ટિપ્પણીઓ: