નહેરૂ યુવા કેન્દ્ર-ભુજ દ્વારા આયોજિત ડ્રોઈંગ અને નિબંધ સ્પર્ધામાં ૧૭ સ્પર્ધકો વિજેતા જાહેર થતાં સૌને ડિજિટલી પ્રમાણપત્રો અપાયા
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત
ચાલતા નહેરુ યુવા કેન્દ્ર, ભુજ દ્વારા ચાર કેટેગરીમાં ડ્રોઈંગ અને નિબંધ
સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કરવામાં આવેલ. કુલ ૩૬ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇને
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. જેમાં ત્રિપુરા
નોર્થ-ઈસ્ટથી નિલોય દાસને ડ્રોઈંગમાં બેસ્ટ પરફોર્મન્સથી પ્રથમ નંબરે વિજેતા જાહેર
કરાયા છે.
ડ્રોઈંગની ચાર કેટેગરી અંતર્ગત ૯ થી ૧૩ વર્ષના નખત્રાણાની
બડીયાની શીવ પિયુષ પ્રથમ નંબરે, ભુજની મીલન પ્રાર્થના બીજા ક્રમાંકે અને મેઘના એ
ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જયારે કેટેગરી ૧૪-૨૦ વર્ષની વયમાં પૂર્વ વિનોદ ચુડાસમા
મુન્દ્રાએ પ્રથમ નંબરે, કૃપાલી રાજેશ લુહાર બીજા ક્રમે તથા જુહી ઉમરાણીયા
ત્રીજા ક્રમે વિજેતા જાહેર થઇ છે. જયારે ૨૧ થી ૩૦ વયમાં જોષી કવિતા,
લખપત પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.
નિબંધ સ્પર્ધામાં ૯ થી ૧૩ વર્ષમાં હેત સંજય શાહ માંડવીએ બાજી મારી છે. જયારે ૧૪ થી ૨૦ વર્ષની કેટેગરીમાં ભુજની વાઘેલા વિધી જશદીશભાઇને પ્રથમ ક્રમ, અંજારની આડેસરા હેમલની બીજા ક્રમે અને માંડવીની મકાની અંજલી ત્રીજા ક્રમે વિજેતા થયેલ છે. ઉમર વર્ષ ૨૧ થી ૩૦માં માધાપરની દુબલ વિધી ભાવેશભાઇ પ્રથમ ક્રમાંકે, લખપતની ઠકકર તમન્ના બીજા ક્રમાંકે જયારે અંજારની શ્વેતા સોંગકાની ત્રીજા નંબરે વિજેતા થયેલ છે. જયારે ૩૦ વર્ષથી વધુ વયમાં મુન્દ્રાની મોહિની વિનોદ ચુડાસમા પ્રથમ ક્રમે, ભુજની નેહા સુમીત વ્યાસ બીજા ક્રમે અને પટેલ સતીષ કુમાર જયંતીભાઇ ત્રીજા સ્થાને વિજેતા જાહેર થયેલ છે.
સૌ વિજેતાઓને અને ભાગ લેનારને જિલ્લા યુવા સંયોજક રચના વર્મા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.કાર્યક્રમને સફળ બનાવવા નેશનલ યુથ વોલિટીયર રમેશ કુંવત, કે.કે.ગઢવી સમસ્ત નેશનલ યુથ વોલંટીયરોએ સહયોગ આપ્યો હતો



0 ટિપ્પણીઓ: