તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ભાડાની નવી ઈમારત, ગટર, ડ્રેનેજના કામો અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત રૂ.૧૭ કરોડના જનસુખાકારીના ભાડા વિસ્તારના કામો મંજુર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 ભાડાની નવી ઈમારત, ગટર, ડ્રેનેજના કામો અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ વિકસાવાશે

રૂ.૧૭ કરોડના જનસુખાકારીના ભાડા વિસ્તારના કામો મંજુર કરાયા


      ભુજ વિસ્‍તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.
(આઈ.એ.એસ.)ના અઘ્‍યક્ષસ્‍થાને ભુજ વિસ્‍તાર વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક તાજેતરમાં યોજવામાં આવી હતી. જે બોર્ડ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, પ્રભવ જોષી (આઈ.એ.એસ.), મુખ્‍ય કારોબારી અધિકારી શ્રી મનિષ ગુરવાની (આઈ.એ.એસ.) અને મુખ્‍ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી ડી. ઝેડ. ગાંવીત ઉપરાંત ભાડાના જુ.નગર નિયોજકશ્રીની હાજરમાં અંદાજીત કુલ ૧૭ કરોડના જન સુખાકારી વિકાસ કામો બાબતે અગત્‍યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નર્મદાની પાણીની લાઈનના એરવાલ્વ માંથી પાણિ કનેક્શન મેળવવું સરળ બનશે.

‘‘ભાડા’’ વિસ્‍તારમાં રહેતા શહેરીજનો/ભુજવાસીઓની સુખાકારી માટે નર્મદાની લાઈનના એર વાલ્‍વમાંથી પાણીનું નવું કનેકશન મળવા તેમજ નવો પાણીનો સમ્‍પ, વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, પમ્‍પીંગ સ્‍ટેશન તેમજ જરૂરી મશીનરી, ગટર/ડ્રેનેજ માટે ભુજ નગરપાલિકાના સંકલનમાં રહી કામગીરી કરાવવા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્‍યો છે.

રમતગમત માટે સ્પોર્ટસ સંકુલના વિકાસને સૈધ્ધાન્તિક મંજુરી

ભુજ શહેરમાં રમત ગમત માટે ખુબ જ ઓછા સ્‍ત્રોતો ઉપલબ્‍ધ છે. સરકારશ્રી દ્વારા ‘‘ખેલે ગુજરાત’’ જેવા કાર્યક્રમો થકી લોકોમાં ખેલકુદ પ્રત્‍યે જાગૃતિ આવે અને ખેલાડીઓને પ્રોત્‍સાહન મળી રહે તે માટે ફુટબોલ ગ્રાઉન્‍ડ/ક્રિકેટ ગ્રાઉન્‍ડ/વોલીબોલ કોટ/બાસ્‍કેટ બોલ/બેડમીન્‍ટન કોટ /ટેબલ ટેનીસ/સ્‍કવોશ તથા જીમનું આયોજન થઈ શકે તે માટેની જરૂરી તમામ શકયતાઓ ચકાસી ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ વિકસાવવા સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

ભાડાની કચેરી માટે નવી ઈમારતનું બાંધકામ થશે

વિનાશક ભૂંકપ બાદ આજદિન સુધી ટેમ્‍પરેરી શેડમાં કાર્યરત ‘‘ભાડા’’ ની કચેરીને નવી ઈમારત મળી રહે તે માટે તાત્‍કાલીક કામગીરી શરૂ કરવા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્‍યો છે.

ભુજની રી લોકેશન સાઈટમાં બનાવાયેલ દુકાનોનું નિયમોનુસાર નિકાલ થશે.

ભાડા હસ્‍તકની આર.ટી.ઓ., મુંદરા રોડ, રાવલવાડી, સોનીવાડ કોર્મશીયલ કોમ્‍પલેક્ષની વણવેચાયેલ દુકાનોનો નિયમાનુસાર નિકાલ કરવા નિર્ણય લેવામાં આવ્‍યો હતો. એમ મનીષ ગુરવાની (આઈ.એ.એસ.) મુખ્‍ય કારોબારી અધિકારી ભુજ વિસ્‍તાર વિકાસ સત્તામંડળ ભુજ-કચ્‍છ. દ્વારા જણાવાયું છે.

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: