તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મુન્દ્રા-માંડવી વિસ્તારના વધુ ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

મુન્દ્રા-માંડવી વિસ્તારના વધુ ૧૧

વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા



જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામની ગાયત્રીનગરના કુલ-૮ ઘર ને તા.૧૭/૯ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની વસંત હેરીટેજના કુલ-૨૩ ઘરો ને તા.૧૭/૯ સુધી, મુન્દ્રા શહેરની જેસર ચોકના કુલ-૧૦ ઘરો ને તા.૧૫/૯ સુધી, મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામની આશાપુરામાં મંદિરની બાજુમાં કુલ-૪ ઘરો ને તા.૧૫/૯ સુધી, મુન્દ્રા શહેરની સુર્યા સોસાયટીની ૯ ફુલવાડીને તા.૧૬/૯ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની અંબિકાનગરના કુલ-૧૪ ઘર ને તા.૧૬/૯ સુધી, મુન્દ્રા તાલુકાના સમાઘોધા ગામની ઓલ્ડ કોલોનીના કુલ-૨૪ ઘરો ને તા.૧૭/૯ સુધી, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામની સાવિત્રી વિહારના કુલ-૧૨ ઘરો ને તા.૧૭/૯ સુધી, મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની ભકિતનગરના કુલ-૮ ઘરો ને તા.૧૭/૯ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની વસંત હેરીટેજના કુલ-૧૮ ઘરો ને તા.૧૭/૯ સુધી, માંડવી તાલુકાના ધુણઇ ગામનું ચંદ્રા ફળિયાને તા.૧૯/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ