તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ, મુન્દ્રા, માંડવી તાલુકામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની ૧૫૫૨ અને કિસાન પરિવહન યોજનાની ૧૩૪ અરજી મંજુર કરાઇ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

ભુજ, મુન્દ્રા, માંડવી તાલુકામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની

૧૫૫૨ અને કિસાન પરિવહન યોજનાની ૧૩૪ અરજી મંજુર કરાઇ



રાજયના તમામ ખેડૂતો માટે આજથી રાજયમાં પ્રારંભ નવી યોજના ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’ અંતર્ગત દ્રિતીય ચરણમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી કર્યુ હતું.જે પૈકી કચ્છના ભુજ તાલુકાના માનકુવા ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ખેડૂતોની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન વિકાસ પરિવહન યોજનાના ૧૫ લાભાર્થીઓને મંજુરી અને હુકમોનું વિતરણ કરાયું હતું.



આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મારા ખેડૂત અને પશુપાલક મિત્રોને જણાવું છું કે, રાજય સરકારની જગતના તાતને સઘિયારો આપવાની દિશામાં વિવિધ યોજનાઓનો લાભ લો. જિલ્લાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો. આઇ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરો અને ખેતીને સમૃધ્ધ બનાવો.રાજય સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ પ્રારંભ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત ખેડૂતો, પશુપાલકોને સાથ, સહાય અને જરૂરી સુધારથી રાજય સરકાર કૃષિ સમૃધ્ધિને સાકાર કરવા પ્રતિબધ્ધ છે.



વરસાદ, વાવાઝોડાંથી ખેતપેદાશો બચાવવા તેમજ કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરી યોગ્ય ભાવ આવે ત્યારે વેચાણથી વધુ આર્થિક વળતર ખેડૂત મેળવે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના માટે વર્ષ ૨૦૨૦-૨૧ માં ૧.૧૬ લાખ યુનિટો માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ કરી છે.જયારે કૃષિ ઉત્પાદનો સમયસર બજારો સુધી પહોંચાડવા અને ખેડૂતોને સરળ પરિવહન મળી રહે તે માટે અને બિન મોસમમાં પણ માલવાહક સાધન ભાડે ફેરવી પુરક આવક મેળવી ખેડૂત સધ્ધર બને તે માટે ખેતીવાડી ખાતા દ્વારા કિસાન પરિવહન યોજનાનો ખેડૂતો લાભ લઇ શકશે. જેના માટે સરકારે ૮૩૩૩ વાહનો માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ વર્ષ ૨૦૨૧ માટે કરી છે



આ ઉપરાંત દેશી ગાય આધારિત પ્રાકૃતિક અને જીવામૃત ખેતી યોજના, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, વિનામૂલ્યે છત્રી, કાંટાળીવાડ આંતરિક સહાય યોજનાથી રાજયના તમામ ખેડૂતોના પરસેવામાં સરકારનું પ્રોત્સાહન ઉમેરાશે એમ પણ રાજયમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.કચ્છ વિસ્તારમાં થયેલ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની વિગતે માહિતી આપતાં રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસકામોમાં મારા પણાનો ભાવ જન્મે એટલે સરકાર લોક સહયોગ લઇ રહી છે.



જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢાએ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, રાપરમાં નર્મદાના પાણી આવી ગયા છે અને અન્યત્ર કચ્છમાં પણ મા નર્મદાની મહેર થશે. આ તકે તેમણે દરેકને વિવિધ સરકારી સહાય લેવાનો અનુરોધ કર્યો હતો.ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખેડૂતોને અપાયેલા સંવેદનશીલ અને લોકહિતની યોજનાઓ વિશે ઉપસ્થિતિઓ રસપૂર્વક વધાવી હતી.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.એમ.મેણાંતે કોરોના કોવીડ-૧૯ ની મહામારીના સમયગાળામાં રાજયનો કૃષિદર ૩ ટકા વધીને સતત ગ્રોથ કરી રહયો છે તેમ જણાવી જિલ્લાની ખેતી અને પશુપાલન પ્રવૃતિના વેગ અને વિકાસ અંગે સૌને માહિતીગાર કરતાં કૃષિ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. મદદનીશ ખેતી નિયામકશ્રી ઉપેન્દ્રભાઇ જોશીએ આ તકે આભારવિધિ કરી હતી. આ તકે આશાપુરા સખીમંડળ માધાપરની બહેનો દ્વારા આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ ભુજ, માંડવી, મુન્દ્રાના મુખ્યમંત્રી પાક સ્ટ્રકચર યોજનામાં ૧૫૫૨ અને કિસાન પરિવહન યોજનામાં ૧૩૪ લાભાર્થીઓને પૂર્વ અરજી મંજુર કરવામાં આવી છે.કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુરૂપ ઉપસ્થિત કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યનો શુભેચ્છા સંદેશ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂતો માટેનો શુભેચ્છા સંદેશ રજુ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભુજ મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશ ભંડેરી, માંડવીના શ્રી ગંગાબેન સેંધાણી, ભીમજીભાઇ જોધાણી તેમજ અગ્રણી સર્વરી શાંતાબેન રબારી, અરવિંદભાઇ પીંડોરીયા, વનિતાબેન હિરાણી, આર.જી.વરમોરા, આત્મા પ્રોજેકટ ડાયરેકટર એ.ઓ.વાઘેલા, ભુજ, મુન્દ્રા, માંડવી ખેતી, પશુપાલન, જિલ્લા તાલુકાના પંચાયતના અધિકારી/પદાધિકારીઓ, ખેડૂત ભાઇ-બહેનો આ તકે ઉપસ્થિત રહયા હતા

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ