તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સાત પગલાં ખેડૂત કલ્યાણ-૨૦૨૦ અંતર્ગત નખત્રાણા ખાતે કાર્યક્રમ યોજાયો.મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સાત પગલાં ખેડૂત કલ્યાણ-૨૦૨૦ અંતર્ગત નખત્રાણા ખાતે કાર્યક્રમ યોજાયો.મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ 



રાજય સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં નવી યોજના સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત આજરોજ નખત્રાણા ખાતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ હતું.વિડીયો કોન્ફરન્સથી નખત્રાણા કલ્સ્ટર સાથે જોડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે.

ખેડૂતો નવા સંશોધનો સાથે સમૃધ્ધ બને- સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

            આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાના સમયમાં લોકડાઉન દરમ્યાન પણ ખેડુતના હિતોની ચિંતા કરીને બજાર ઉત્પન્ન સમિતીઓમાં પાક ખરીદી, ખેતરમાં પાણી વાળવા જવાની છૂટ વગેરે આપીને ખેડૂત-ખેતીને અટકવા દીધા નથી.કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓ પોતાના ખેત ઉત્પાદનો હવે જાતે જ અન્ય બજારોમાં લે-વેચ માટે લઇ જઇને આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાતને સાકાર કરશે એમ પણ તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ આપતાં ઉમેર્યુ હતું.

        આ તકે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોએ દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી છે. રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાનો મહત્તમ લાભ દરેક ખેડૂતે લેવો જોઇએ. કચ્છના ખેડૂતોએ નવા સંશોધનો સાથે રાજય સરકારની આ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાનો મહત્તમ લાભ લઇ પ્રગતિશીલ બને અને કચ્છનો ખેડૂત આધુનિક ટેકનોલોજી સાથે જોડાય તેવું જણાવ્યું હતું.



        દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ખાસ કરીને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે પેકેજ જાહેર કર્યુ છે.અબડાસાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર ખેડૂતોના પડખે ઉભી રહીને તેમના હિત માટે સતત ચિંતનશીલ છે. આ નવી યોજનાના પગલે કચ્છના ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે.કૃષિ વૈજ્ઞાનિક બી.આર.નાકરાણીએ શાકભાજી અને દૂધમાં જંતુનાશક દવાનો સમજી વિચારીને ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો અને ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા સલાહ આપી હતી. આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો હવામાન પ્રમાણે પાક આયોજન કરવું જોઇએ અને યુવા ખેડૂતોને તેમણે માહિતીથી સંપૂર્ણ વાકેફ રહેવા અનુરોધ કર્યો હતો.

        કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન મદદનીશ ખેતી નિયામક (ફાર્મ) ભુજ શ્રી આસીફ ચૌધરીએ કર્યુ હતું. વિસ્તરણ અધિકારીશ્રી જી.બી.પટેલે આભારવિધિ કરી હતી. આ તકે નખત્રાણા, અબડાસા અને લખપત કલસ્ટર કિસાન પરિવહન યોજના હેઠળ કુલ ૪૭ અરજી તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર ૧૩૫૨ અરજીઓને પૂર્વ મંજુરી આપવામાં આવી છે. જેમાંથી આજે આ કાર્યક્રમમાં ૧૯ ખેડૂતોને ઉપસ્થિત મહાનુભાવોએ મંજુરી હુકમ પત્રો વિતરણ કર્યા હતા.



આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ વાઘેલા, નખત્રાણા તાલુકાના ખરીદ વેચાણ સંઘના શ્રી લાલજીભાઇ રામાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી જયશ્રીબેન વાસાણી, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી જેતાવત, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાલોડીયા, સહ સંશોધક વૈજ્ઞાનિક કોઠારાના ડો.બી.આર.નાકરાણી, પી.આઇ. ભરવાડ તેમજ મદદનીશ ખેતી નિયામક એસ.એમ.પ્રજાપતિ તેમજ ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા.




સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ