The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
ભુજના પ્રમુખસ્વામી નગરમાં દબાણ થયેલ અંદાજીત ૩૦૦૦ ચો.મી. જમીન પર ભાડાનો બુલડોઝર ફરીવળ્યો.
📅પ્રકાશિત: Friday, September 11, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
ભુજના પ્રમુખસ્વામી નગરમાં દબાણ થયેલ અંદાજીત ૩૦૦૦ ચો.મી. જમીન પર ભાડાનો બુલડોઝર ફરી વળ્યો.
સરકારશ્રી દ્વારા
વર્ષ-ર૦૦૧ના ભુકંપ બાદ ભુજ શહેરના પુનઃવસન અને પુનઃ નિર્માણ કામગીરી અંતર્ગત
અસરગ્રસ્ત શહેરીજનોના પુનઃવસન માટે ભુજ વિસ્તાર વિકાસ સતામંડળને ફાળવવામાં આવેલ
મુન્દ્રા રીલોકેશન સાઈટ તરીકે ઓળખાતી જગ્યામાં તોરલ ગાર્ડન પાસે અને કોમર્શીયલ
કોમ્પ્લેક્ષ ની સામેના ભાગમાં આવેલ સતામંડળની માલીકીની જમીનમાં દબાણકારો દ્વારા
ચબુતરા, વાડા, મકાન
અને કમ્પાઉન્ડ વોલ પ્રકારના બાંધકામો અનઅધિકૃત રીતે કરવામાં આવેલ હોવાનું ઘ્યાનમાં
આવતાં તુરંત આ અનઅધિકૃત બાંધકામો દુર કરાવી જમીનો ખુલ્લી કરવા બાબતે આસીસ્ટન્ટ
કલેકટર-ભુજ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી દ્વારા તાકીદ ના પગલા લઈ ને આજરોજ
આશરે ૧૦ કરોડ બજાર કિંમતની અંદાજીત ૩૦૦૦.૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવેલ
છે. આ સાથે આસીસ્ટન્ટ કલેકટરશ્રી-ભુજ મનીષ ગુરવાની દ્વારા સ્પષ્ટ પણે
જણાવવામાં આવેલ છે કે શહેરમાં થઈ રહેલ દબાણો અને અનઅધિકૃત બાંધકામો બાબતે પણ આજ
રીતે ખુલ્લા કરાવવાની કામગીરી સતત ચાલુ રહેશે અને આ પ્રકારની દબાણ અંગેની
પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહી અને જરૂર પડયે સરકારશ્રીની
હાલની લેન્ડ ગ્રેબિંગ અંગેની નીતીઓ અનુસાર કડક કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે
તેવું ભુજ-કચ્છ ભુજ વિસ્તાર વિકાસ સતામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી મનીષ
ગુરવાણી દ્વારા જણાવાયું છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: