ભુજ શહેર તથા તાલુકાના વધુ ૧૧ વિસ્તારોને
માઈક્રો
કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બાપાદયાળુ
નગરમાં આવેલ હુસેન નુરઅલી જીવાણીના ઘરથી બંધ ઘર સુધી, તથા સામેની લાઇનમાં બંધ ઘરથી લહેરી રતીલાલ
રાજગોરના ઘર સુધી કુલ-૧૩ ઘર ને તા.૨૨/૯ સુધી, તાલુકાના માધાપર જુનાવાસ ગામે
સ્વામીનારાયણ નગરમાં આવેલ આશાપુરા શેરીમાં પિનાકીનભાઇ ગોરના ઘરથી બંધ ઘર સુધી
કુલ-૫ ઘર ને તા.૨૨/૯ સુધી, ભુજ
શહેરમાં હોસ્પિટલ રોડ પર આવેલ નાનંદા એપાર્ટમેન્ટમાં આવેલ નવીનભાઇ મહેશ્વરી (રૂમ
નં.૫) નું ઘર કુલ-૧ ઘર (બીજો માળ) તા.૨૨/૯ સુધી, ભુજ શહેરમાં જીલાણીનગરમાં આવેલ નુરબાનુ
ઈસ્માઇલ લુહારના ઘરથી રોમતબેન ઈબ્રાહીમના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૨૨/૯ સુધી, ભુજ તાલુકાના મોટા દિનારા ગામે અદવાણીવાસમાં આવેલ સમા
જીયા જાકબ ભચલનું ઘર કુલ-૧ ઘર ને તા.૨૨/૯ સુધી, ભુજ
શહેરમાં આવેલ વોરા શેરી, ડાંડા બજાર, ઘનશ્યામ ચકકીની બાજુમાં આવેલ બબાસો વસંત પાટીલના ઘરથી
પ્રશાંત દેવેન્દ્ર નાયીના ઘર સુધીને તા.૨૧/૯ સુધી, ભુજ
શહેરમાં પ્રમુખસ્વામી નગરમાં આશાપુરા મંદિર પાછળ આવેલ જેઠવા કમલેશભાઇ વલ્લભભાઇના
ઘર સહિત પ્રભાબેન દેવજી જરાદે (ઘર નં.૫૭૪) ના ઘર થી હિતેશ પુરષોતમ ચુડાસમા (ઘર
નં.૫૭૮) ના ઘર સુકી કુલ-૫ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામી નગરમાં એકતા
સોસાયટીમાં આવેલ સરોજબેન રાજેશ કોઠારીના ઘર સહિત દિનેશ મોહનલાલ ગણાત્રા (ઠકકર) ના
ઘરથી દામજી નરસિંહ પલણના ઘર સુધી કુલ-૫ ઘર ને તા.૨૨/૯ સુધી, ભુજ શહેરમાં ખારીનદી રોડ, એરપોર્ટ રિંગ રોડની બાજુમાં આવેલ સંપૂર્ણ ‘‘રેન
બસેરા’’ સંકુલને તા.૨૨/૯ સુધી, ભુજ
શહેરમાં નવી રાવલવાડીમાં આવેલ નરસિંહ મહેતા નગરમાં હંસાબેન પ્રહલાદભાઇ મહેશ્વરી (ઘર નં.૧૪૦) થી ઘર નં.૧૩૮ સુધી તથા સામેની બાજુ
ઘર નં.૩૬-બી,
ઘર નં.૧૫૪ તથા ઘર નં.૧૫૫ કુલ-૬ ઘર અને ૨ ઘર બંધ ને તા.૨૨/૯ સુધી, ભુજ
શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ પર દેવમ એપાર્ટમેન્ટમાં આવેલ ચંદ્રકાન્ત અનુપ શાહના
ઘરથી રવિલાલ પારેખના ઘર સુધી કુલ-૬ ઘર અને ૪ બંધ ઘર ને તા.૨૩/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની
અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ.
જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી
પાડવામાં આવશે.

0 ટિપ્પણીઓ: