તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છ જિલ્લાનું આજની તારીખ સુધીનો કોરોના કેસનો અપડેટ રીપોર્ટ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

કચ્છ જિલ્લાનું આજની તારીખ સુધીનો કોરોના કેસનો અપડેટ રીપોર્ટ





વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ હાલમાં કુલ ૮ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૮૯૬ લોકોનો સર્વે કરાયા હતો.

        છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૧૧૪ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં ૨ (બે) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. ૧૦ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ ૯૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૧૪ એકટીવ પોઝીટીવ કેસ છે.

        કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૦૪ જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૫૫૨૮ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ ૩૯૨ લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુધી ૭૪૧ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે
.
        કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૨૧ દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ ૨૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ