તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજની જુની રાવલવાડીમાં રાત્રે નશાની હાલતમાં બે બુટલેગરો વચ્ચે સર્જાયું દંગલ. કાયદાની ઐસી કી તૈસી

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજની જુની રાવલવાડીમાં રાત્રે નશાની હાલતમાં બે બુટલેગરો વચ્ચે સર્જાયું દંગલ. કાયદાની ઐસી કી તૈસી



કોરોના મહામારી ના પગલે લગાવાયેલા લોકડાઉન કાયદા હેઠળ ઘરમાંથી નીકળવાની સખત પાબંધી લાગુ પાડી દેવામાં આવી છે. અને આ કાયદાનો સખતાઇથી અમલ કરાવાઇ રહ્યો હોવાની વાતો વચ્ચે જિલ્લાના આ મુખ્ય મથકે જૂની રાવલવાડી વિસ્તારમાં ગતરાત્રે વ્યવસાયે દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બે યુવાને કાયદાની ઐસી કી તૈસી કરીને જબ્બર ધમાલ મચાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.તો નોંધપાત્ર અને ગંભીર બાબત એ બની રહી હતી કે ધમાલ કરનારા બે બુટલેગર પૈકી એક જણને થોડો ટપલી વારો કરી પોલીસ ઉપાડી પણ ગઇ હતી અને થોડીવારમાં પરત પણ મૂકી ગઇ હતી.

જુની રાવલવાડી વિસ્તારના રહેવાસીઓ પાસેથી મળેલી ફરિયાદો મુજબ ગતરાત્રે અગિયારેક વાગ્યાના સુમારે પિંગલેશ્વર મંદિર સામેના ચોકમાં બેઠેલી વ્યક્તિ ઉપર દારૂના આ બન્ને ધંધાર્થીએ ડારાડફારા સાથે દાદાગીરીભરી હરકતનો પ્રયોગ કર્યો હતો. તો આ બન્નેએ નશાની હાલતમાં જબ્બર દંગલ પણ મચાવ્યું હતું. દરમ્યાન બનાવ વિશે જાણ થયા બાદ રાત્રે બારેક વાગ્યે દોડી આવેલી પોલીસ ટુકડી બે ધમાલિયા પૈકીના એક યુવકને સ્થળ ઉપર થોડી ધોલધપાટ કર્યા બાદ પોતાની સાથે લઇ ગઇ હતી અને થોડીવાર પછી પરત પણ મૂકી ગઇ હતી. જેને લઇને રહેવાસીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તેમણે આવી હરકતોને લઇને ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આવાં તત્ત્વોને જાણે લોકડાઉનમાંથી મુક્તિ મળી ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.બીજીબાજુ આ બાબતે પોલીસ મથકનો સંપર્ક કરતાં વિધિવત દફતરે કાંઇ ન ચડયાનું જાણવા મળ્યું હતું.''
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ