તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અમદાવાદ વેપારી પાનના ગલ્લે મસાલો ખાતો રહ્યો ને ગઠિયો રૂ.૫ લાખ લઈ ફરાર

— જાહેરાત (Google AdSense In-Article Top) —
અમદાવાદ વેપારી પાનના ગલ્લે મસાલો ખાતો રહ્યો ને ગઠિયો રૂ. ૫,૦૦,૦૦૦/- લઈ ફરાર થયો.


અમદાવાદના સોલા વિસ્તારના બનાવ, ગઠિયો સ્કૂટરની ડેકી તોડીને રૂ. પાંચ લાખ લઈને ફરાર થઈ ગયો.

શહેરમાં રૂ. પાંચ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક્ટિવાની ડેકી તોડીને ગઠિયા વેપારી બાજુમાં ઉભો હોવા છતાં રૂ. પાંચ લાખ લઈને ફરાર થઈ ગયો હતો. ઘાટલોડિયા ચાણક્યપુરીમાં રહેતો એક વેપારી આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ લઈને પાનના ગલ્લે મસાલો ખાવા ઉભો રહ્યો હતો. આ સમયે ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી રૂ. પાંચ લાખ લઈ ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે સોલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ચાણક્યપુરીના શાયોના સીટીમાં રહેતા હરેશભાઈ ઠક્કર સીજી રોડ પર બિઝનેસ કરે છે. તેમણે ત્રણ મહિના પહેલા ભાવેશ ઠક્કરને પાટણનું મકાન વેચ્યું હતું. આ મકાનનું રૂ. પાંચ લાખનું પેમેન્ટ ભાવેશભાઈએ આંગડિયામાં મોકલ્યું હતું.

હરેશભાઈ આંગડિયા પેઢીમાંથી રૂ. પાંચ લાખનું પેમેન્ટ લઈને પોતાના મિત્ર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ગુલાબ ટાવર પાસે પટેલ પાન પાર્લર પર રોકાયા હતા. તેમણે એક્ટિવાની ડેકીમાં પાંચ લાખ રૂપિયા મૂકી રાખ્યા હતા. આ સમયે બાઇક પર બે લોકો આવ્યા હતા અને તેમાથી એક શખ્સે ડેકીનું લોક તોડીને રૂ. પાંચ લાખ ચોરી લીધા હતા.

હરેશભાઈએ આ અંગે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસનું કહેવું છે કે આ મામલે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ કબજે લેવાયા છે.  સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ હેલ્મેટ પહેરી રાખ્યાનું માલુમ પડે છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ