જામનગરમાં સસ્પેન્ડેડ પોલીસ પુત્ર નું કારસ્તાન, જાહેર માં પત્નિને માર્યો માર

Live Viewer's is = People

જામનગરમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીના પુત્રનું કારસ્તાન... પત્નીને મારઝૂડ કરતો વીડિયો વાયરલ થયો


જામનગરમાં એ.સી.બી.ના કેસમા સસ્પેન્ડ પોલીસકર્મી ભુપેન્દ્ર ઉપાધ્યાય ના  પુત્ર અમિતની જાહેરમાં દાદાગીરી તેમના પત્નીનો સમાન જાહેરમાં ફેંકી હુમલો કર્યો છે....

જામનગરમાં પોલીસપુત્ર અમિત ઉપાધ્યાય પોતાની પત્નીને માર મારતો વીડિયો હાલ વાયરલ થયો છે... વીડિયોમાં જોઈ શકો છો અમિત ની પત્ની નો બધો સામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો છે.... ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ ડખો થતા અમિત ઉશ્કેરાયો હતો અને પોતાની પત્ની નો સામાન બહાર ફેંકી મારઝૂડ કરતો વિડીયોમાં નજરે પડે છે...

આમ જામનગરમાં મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે...જામનગરમાં દિગજામ મિલ મહાકાળી મંદિર પાસે શેરી નંબર 1માં રહેતા દક્ષાબહેન પર પતિ અમિતે માર મારતો વિડીયો સામે આવ્યો છે....પતિ પત્ની વચ્ચે ડખો થતા દક્ષાબહેન પોતાના પિતાના ઘરે રિસામણે ચાલ્યા ગયા હતા...બાદમાં ઘરનો સમાન સાસરિયા  પક્ષના લોકો આપતી વખતે ડખો થયો હતો...પતિ પત્ની વચ્ચે અગાઉ ડખો થયો હતો અને બાદમાં કોઈ સમાધાન ન થતા બને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી....

પત્ની દક્ષાબહેને સિટી સી પોલીસમાં ગુનો નોંધાવ્યો છે

રીપોર્ટ : કુલદીપ ભટ્ટ ,જામનગર 

Post a Comment

0 Comments

close