તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભચાઉ ના શિકારપુર નજીકથી પોલીસે ઝડપ્યું દારૂ

— જાહેરાત (Google AdSense In-Article Top) —
કચ્છમાં દારૂ ઝડપાવાનો સિલસિલો જારી રહ્યો છે આજે ફરી એકવાર ભચાઉના શિકારપુર નજીકથી પોલીસે ૪૬.૪૧ લાખનો દારૂ અને ટ્રક સાથે અડધા કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો બે આરોપીની ધરપકડ કરી છે...



કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી પાસેથી અવાર નવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે આજે ભચાઉ તાલુકાના શીકારપુર નજીકથી પોલિસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે પોલીસે હોટલ પાસે ઉભેલી તમિલનાડુ પાર્સિંગની ટ્રકમાં તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂની ૯૮૩ પેટી કબ્જે કરી હતી જેની કિંમત ૪૬.૪૧ લાખ આંકવામાં આવી છે તો ૧૦ લાખની ટ્રક સહિત કુલ ૫૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.એ કરેલી કાર્યવાહીમાં ડ્રાઇવર - કલીનર ઝડપાઇ ગયા હતા.તેમની પૂછતાછમાં બુટલેગરનું નામ સપાટી પર આવી શકે તેમ છે.સામખીયાળી પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ